News Portal...

Breaking News :

11જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી-213 માં સવાર થઈને શુભાંશુ અંતરીક્ષ જશે

2025-06-10 09:59:11
11જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી-213 માં સવાર થઈને શુભાંશુ અંતરીક્ષ જશે


દિલ્હી : ભારતીય વાયુસેનાના બહાદુર ટેસ્ટ પાઈલટ શુભાંશુ શુક્લા ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ 11 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી-213 માં સવાર થઈને અંતરીક્ષ એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ઉડાન ભરવાના છે. 


15 વર્ષ સુધી કૉમ્બેટ પાયલોટ રહેલા શુભાંશુ ઐતિહાસિક અંતરિક્ષણ મિશન Axiom-4ને સફળ બનાવવા જઈ રહ્યા છે. આ મિશન એક્સિઓમ સ્પેસ હેઠળ લોન્ચ થવાનું છે અને તેને ‘મિશન આકાશ ગંગા’ પણ કહેવામાં આવે છે. આ મિશન ભારત અને અમેરિકા વચ્ચેના અવકાશ સહયોગનું પરિણામ છે, જેમાં ભારતે 548 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. Axiom Space નામની એક પ્રાઇવેટ કંપની દ્વારા Ax-4 મિશન કરવામાં આવી રહ્યું છે. આ કંપનીનું આ ચોથું મિશન છે, જે નાસા અને SpaceX સાથે મળીને હાથ ધરવામાં આવ્યું છે. આ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાથ ધરાશે, જ્યાં Ax-4ની ટીમ 14 દિવસ સુધી સંશોધન કરશે. તેઓ રિસર્ચની સાથે ટેક્નોલોજી પ્રદર્શન અને જનજાગૃતિ માટેના કાર્યક્રમ પણ યોજશે. આ મિશન ખાસ કરીને ભારત, પોલેન્ડ અને હંગેરી માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેવા દેશો લગભગ 40 વર્ષ બાદ ફરી અંતરિક્ષ યાત્રામાં ભાગ લઈ રહ્યાં છે.



* પેગી વ્હિટ્સન – અમેરિકાની નાગરિક, મિશન કમાંડર, ભૂતપૂર્વ નાસા અંતરિક્ષયાત્રી. તેઓ 675 દિવસથી વધુ સમય માટે અંતરિક્ષમાં રહી ચૂક્યા છે.
* શુભાંશુ શુક્લા – ભારતીય વાયુસેના ગ્રુપ કેપ્ટન, ISROના ગગનયાન મિશન માટે પસંદ થયેલા ચાર અંતરિક્ષયાત્રીઓમાંના એક.
* સ્લાવોસ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કી – યુરોપિયન સ્પેસ એજન્સીના અંતરિક્ષયાત્રી, મિશન સ્પેશ્યાલિસ્ટ, વિજ્ઞાની અને એન્જિનિયર.

Reporter: admin

Related Post