વડોદરાના માણેજા પાસે આવેલ ખલીપુર ગામની વિશ્વામિત્રી નદી નજીક પશુ ચરાવવા ગયેલ ઈસમ ગુમ થયો. ઈસમના કપડાં નદી પાસેથી મળી આવતા તે નદીમાં ડૂબી ગયા હોવાની આશંકા. વડોદરા ફાયર વિભાગની ટીમ નદીમાં શોધખોળમાં લાગી. જોકે, નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાને કારણે ફાયર વિભાગની ટીમને કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ખલીપુર ગામ પાસે વિશ્વામિત્રી નદીમાં પશુપાલક ડૂબ્યા હોવાની આશંકાને પગલે પશુપાલકની શોધખોળ માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઇ. પુનમભાઈ વસાવા ખલીપુર ગામમાં વિશ્વામિત્રી નદી નજીક ખેતરમાં બે દિવસ પહેલા ભેંસ ચરવા ગયા હતા. જેના બાદમાં પુનમભાઈ પરત ન ફરતા શોધખોળ હાથ ધરવામાં આવી.
જે દરમિયાન પુનમભાઇના કપડાં નદી બહાર મળી આવતા ડૂબ્યા હોવાની આશંકાને પગલે આજે વડોદરા ફાયર અને સેફટીના જવાનની મદદ લેવામાં આવી. વિશ્વામિત્રી નદીમાં ફાયર જવાનો દ્વારા બોટ મારફતે શોધખોળ કરવામાં આવી છે. પરંતુ નદીમાં મોટી સંખ્યામાં મગરો હોવાને કારણે ફાયર બ્રિગેડની કામગીરી મુશ્કેલ બની છે.
Reporter: News Plus