News Portal...

Breaking News :

રાજ્યના કેટલાક જિલ્લા માં એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી

2024-07-09 17:26:48
રાજ્યના કેટલાક જિલ્લા માં એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા વરસાદ રાજ્યના કેટલાક જિલ્લાઓ માં વરસાદની આગાહી કરવામાં આવી છે . અમદાવાદ, ભરૂચ અને સુરત સિવાયના અન્ય શહેરો માં વરસાદની આગાહી હવામાન વિભાગે આપેલી છે.


અમદાવાદ તથા સુરત માં છુટોછવાયો વરસાદ પડ્યો છે જેને લઇ ને વરસાદ બંદ થયા પછી ગરમી થી ઉકળાટ અનુભવાય છે. પરંતુ છેલ્લા ૨ દિવસ થી વરસાદ ના લીધે ઠંડક અનુભવે છે. હવામાન વિભાગે આગળ ના ૪ દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે. અમરેલી અને આજુબાજુ ના વિસ્તારોમાં પાણી ઉભરાતા બજાર માં પાણી ભરાયા છે, આજે સુરતમાં પણ સવાર થી વરસાદ ના લીધે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


સૌરાષ્ટ્ર માં પણ અમુક વિસ્તારો માં ધીરો ધીરો વરસાદ ચાલે છે જેને લઇ ઠંડક અનુભવાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨ દિવસ માં સૌરાષ્ટ્ર માં હળવો વરસાદ રહેશે. જ્યાં બીજી તરફ ખેડા, અમદાવાદ, ગાંધીનગર , પંચમહાલ , દાહોદ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને સુરત માં આગામી દિવસ માં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે .

Reporter: News Plus

Related Post