News Portal...

Breaking News :

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સિક્યોરિટી રાજીનામુ આપે તેવી NSUI ની માંગ

2024-07-09 17:22:00
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સિક્યોરિટી રાજીનામુ આપે તેવી NSUI ની માંગ


યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી આંદોલનો અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે,જેમાં એમ.એસ. યુનિવર્સિટી ના અલગ અલગ મુદ્દાઓ રોજ ચર્ચામાં આવી રહ્યા છે.


વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આંદોલન અને તેમના હક માટે લડતા હોય છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સમક્ષ ગેરવર્તણૂક કરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ આતંકવાદી જેવું વર્તન કરી રહ્યા છે. જે તદ્દન ખોટું છે ભૂતકાળમાં પણ વિદ્યાર્થી નેતાઓ આંદોલન કરતા હતા અને સત્તાધીશો  તેમનો અવાજ સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવતા હતા.પણ હમણાં બેઠેલા યુનિવર્સિટીના સત્તાધીશો   પોતાને યુનિવર્સિટીના સર્વે સમજી રહ્યા છે તે તદ્દન ખોટું છે.છેલ્લા ઘણા સમયથી યુનિર્સિટીનુ તંત્ર ખોળવાયું છે જે ફક્ત ને ફક્ત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને સુદર્શનવાળા જવાબદાર છે કારણકે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે રજુઆત કે આવેદન આપવા માટે જાય તો પણ વિદ્યાર્થીઓનો અવાજ દબાવા તેમના પર કેસ કરી દેવામાં આવે છે જેમાં સુદર્શન વાળા મુખ્ય છે.


સુદર્શન વાળાએ એક પ્રાઇવેટ સિક્યુરિટી નો હેડ છે જે યુનિવર્સિટી નો સર્વે બની અને યુનિવર્સિટીમાં સુખ સુવિધાઓ અને ઓફિસ ભોગવે છે ત્યારે વીસીને પૂછવા જેવો એક સળગતો પ્રશ્ન છે કે આ વાળા ને યુનિવર્સિટીમાં કોના કહેવાથી ઓફિસ આપવામાં આવી અને યુનિવર્સિટીના રજીસ્ટર અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેસરએ પોતાના અંગત સંબંધો સાચવવા માટે આ સુદર્શન વાળા ને જે સુખ સુવિધાઓ આપે છે તેની તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જો આ સુદર્શનવાળા એક સિક્યુરિટી નો હેડ હોય તો તેને યુનિવર્સિટી પોતાના ખર્ચે આટલી બધી સુવિધાઓ પોતાના અંગત સોટટા પાડવા આ વીસી શા માટે આપે છે તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ સાથે NSUI સુદર્શન વાળા અને વાઈસ ચાન્સેલરના રાજીનામાંની માંગ કરી છે.

Reporter: News Plus

Related Post