News Portal...

Breaking News :

પાનોલી GIDCમાં જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી

2025-04-14 12:46:13
પાનોલી GIDCમાં જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી


અંકલેશ્વર:પાનોલી GIDCમાં સોમવારે 14મી એપ્રિલ સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 


આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ આઠ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. સુરક્ષાની દ્રષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અનુસાર માહિતી મુજબ, અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી જલ એકવા કંપનીમાં અચાનક આગ લાગી હતી. 


આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે, કંપની બળીને ખાખ થઈ ગઈ છે, આ આગમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તો પોલીસે પણ ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટે આવી ગયો હતો અને આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત પણ થયું નથી.

Reporter: admin

Related Post