વડોદરા : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી તથા તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં દુર્દૈવથી મોતને ભેટેલા નિર્વાણ પામેલા તમામ આત્માઓની શ્રદ્ધાંજલિમાં આજ રોજ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ નમો કમલમ કાર્યાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રાર્થના સભાનું આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો. જયપ્રકાશભાઈ સોનીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષના અગ્રણી કાર્યકરો, જાહેર પ્રતિનિધિઓ, સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો તેમજ સમગ્ર શહેરના વિવિધ નાગરિકો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમ દરમિયાન સૌએ મૌન પાળીને વિજય રૂપાણી તથા વિમાન દુર્ઘટનામાં મોતને ભેગા થયેલા તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરી, તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.





Reporter: admin