કોકપીટમાં છેલ્લી વાતચીતે ઘણા નવા પ્રશ્નો ઉભા કર્યા
અમદાવાદ: એર ઇન્ડિયાના વિમાન (AI171) અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે. ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) ના અહેવાલમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. અહેવાલ મુજબ, વિમાનના બંને એન્જિન ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી અચાનક બંધ થઈ ગયા, જેના કારણે વિમાનની ગતિ ધીમી પડી ગઈ અને તે ક્રેશ થયું.
આ દરમિયાન, બંને પાઇલટ વચ્ચે વાતચીત સામે આવી છે. એક પાઇલટે પૂછ્યું, તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું? તેના પર બીજા પાઇલટે જવાબ આપ્યો, મેં એવું નથી કર્યું. આ વાતચીતની થોડીક સેકન્ડ પછી, વિમાનની ગતિ ધીમી થવા લાગે છે અને આ વિમાન મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાઈ જાય છે.આ કિસ્સામાં, એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB) એ હવે અકસ્માતનું કારણ જાણવા માટે 15 પાનાનો અહેવાલ બહાર પાડ્યો છે. આ પ્રારંભિક અહેવાલ છે. તેમાં માત્ર ટેકનિકલ કારણો જ જાહેર થયા નથી, પરંતુ કોકપીટમાં છેલ્લી વાતચીતે ઘણા નવા પ્રશ્નો ઉભા કર્યા છે.બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતા વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. ઉલ્લખેનીય છે કે એર ઇન્ડિયાનું આ વિમાન 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અને 19 અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. ટેકઓફ પછી તરત જ, બંને એન્જિનનાફ્યુઅલ કટ ઓફ સ્વીચ 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં આવી ગઇ હતી. તે પણ માત્ર એક સેકન્ડના અંતરે. ત્યારપછી, બંને એન્જિનની થ્રસ્ટ ક્ષમતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. ટેકઓફ પછી તરત જ, વિમાન સીધું અમદાવાદની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડી ગયું. આનાથી જાનમાલનું ભારે નુકસાન થયું.અકસ્માતની થોડીક સેકન્ડ પહેલા, પાઇલટ્સ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. એક પાયલટે પૂછ્યું, તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું? બીજા પાયલટે જવાબ આપ્યો, મેં એવું નથી કર્યું. આ વાતચીત ટેકનિકલ ખામી અથવા માનવ મૂંઝવણ તરફ ઈશારો કરે છે. ટેકઓફ પછી થોડીવારમાં, સીસીટીવીએ બતાવ્યું કે ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ (RAT) સક્રિય થઈ ગઈ હતી અને આ ત્યારે જ થાય છે જ્યારે એન્જિન બંધ થઈ જાય છે.
એક એન્જિન (એન્જિન 2) થોડા સમય માટે કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બીજું એન્જિન (એન્જિન 1) સ્થિર થઈ શક્યું ન હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં પક્ષી અથડામણના કોઈ પુરાવા મળ્યા નથી, જેણે આ કારણને નકારી કાઢ્યું હતું.
વિમાન માત્ર 32 સેકન્ડ સુધી જ હવામાં રહી શક્યું.
એન્જિન ફરી ચાલુ કરવા પ્રયાસ કરાયો, પહેલું એન્જિન અમુક ક્ષણો માટે ચાલ્યું જ્યારે બીજું ચાલુ જ ન થયું
વિમાન એરપોર્ટની બાઉન્ડ્રી વોલને પાર કરે તે પહેલા જ નીચે આવવા લાગ્યું હતું
01:39:05 IST વાગ્યે એક પાયલટે MAYDAY MAYDAY MAYDAY’ કોલ આપ્યો.
એટીસીએ કોલ સાઇન માંગ્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો અને બીજી જ ક્ષણે વિમાન રનવેથી 1.7 કિમી દૂર હોસ્ટેલ પર ક્રેશ થયું
થ્રસ્ટ લીવર ઓછા પાવર પર હતું પરંતુ બ્લેક બોક્સ ડેટા અનુસાર ટેકઓફ સમયે પૂર્ણ ક્ષમતાથી વિમાને ઉડાન ભરી હતી
ફ્યુલ ક્વોલિટીની તપાસમાં કોઈ ગંદકી કે ખરાબી મળી નથી
ટેકઓફ સમયે ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર યોગ્ય પોઝિશનમાં જ હતા
વાતાવરણ સારું જ હતું, કોઈ પક્ષી ટકરાયું ન્હોતું, વિઝિબિલિટી સારી હતી
બંને પાયલટ ફિટ અને અનુભવી હતા, થાક કે માનવીય ભૂલના સંકેત નહીં
વિમાનનું વજન અને કાર્ગો નિયમ અનુસાર જ હતા, કોઈ ખતરનાક સામાન મળ્યો નથી
AAIBએ રાત્રિના 1 વાગ્યે આ રિપોર્ટ જાહેર કર્યો, આ માત્ર પ્રાથમિક તપાસનો રિપોર્ટ છે. હજુ વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં એર ઇન્ડિયા AI171 વિમાન દુર્ઘટનામાં AAIB ના પ્રારંભિક તપાસ અહેવાલ બાદ, બોઇંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 પર સવાર મુસાફરો અને ક્રૂ સભ્યોના પ્રિયજનો તેમજ અમદાવાદમાં જમીન પર અસરગ્રસ્ત દરેક વ્યક્તિ પ્રત્યે અમારી સંવેદના છે. અમે તપાસ ચાલુ રાખીશું અને અમારા ગ્રાહકને ટેકો આપીશું."
Reporter: admin







