દિલ્હી : રાજકારણની લાંબી યાત્રામાં અનેક કિર્તીમાન પોતાના નામે કરી ચુકેલા વડાપ્રધાન મોદીના ખાતામાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
શુક્રવારે (25 જુલાઈ) નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યકાળના 4078 દિવસ પૂરા કર્યા છે. આ સાથે જ તેમણે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. હવે તેઓ સૌથી લાંબા સમય સુધી ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિ બની ગયા છે.રાજ્ય અને કેન્દ્રને મિલાવીને નરેન્દ્ર મોદીએ 24 વર્ષ સુધી સરકારનું નેતૃત્ત્વ કર્યું. નરેન્દ્ર મોદી 1947 પછી જન્મેલા પહેલા વડાપ્રધાન છે અને બિન-હિન્દીભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા સેવા આપી ચુક્યા છે.વડાપ્રધાનના રૂપે તેમના કાર્યકાળમાં અમુક અન્ય રસપ્રદ તથ્યો પણ સામેલ છે.
હકીકતમાં, તે પહેલાં અને એકમાત્ર એવા વડાપ્રધાન છે, જેનો જન્મ ભારતની આઝાદી બાદ થયો. તેઓ સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદી ભારતના તમામ વડાપ્રધાન અને મુખ્યમંત્રી વચ્ચે એકમાત્ર એવા નેતા છે, જેણે કોઈ પાર્ટીના નેતાના રૂપે સતત 6 ચૂંટણી જીતી છે. તેમણે 2002, 2007 અને 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ 2014, 2019 અને 2024માં લોકસભા ચૂંટણી જીત્યા છે.
Reporter: admin







