વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા તરફથી પ્રજ્ઞાચક્ષુ સંગીત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૦૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ ભાઇ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

૧૮ વર્ષથી મોટા અને ૧૮ વર્ષથી નાના બે ગ્રુપોમાં પ્રથમ-દ્વિતીય-તૃતીય નંબરે આવનાર વિજેતાઓને વડતાલ મંદિરના પૂ.શ્યામસ્વામીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ ધામ સ્વામિનારાયણ મદિરના હરિકૃષ્ણ મહારાજ યાત્રીક ભુવન રવીસભા હોલના રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ શાખા તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ ભાઇ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિજેતા પ્રજ્ઞાચક્ષુ ભાઇઓને વડતાલ મંદિરના સહાયક પૂ.શ્યામસ્વામીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્યામસ્વામીએ ભગવાન સ્વામીનારાયણને પ્રાર્થના કરી હતી કે સૌને વધુને વધુ સેવાના નિમિત્ત બનવા માટે અખુટ શક્તિ આપે સંસ્થા સાથે લાગણી અને ઉદારતાથી જોડાઇને અમોને ખુબ પ્રેરણા સાથે પ્રેમનો અનુભવ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં કીરીટભાઇ દવે (પ્રમુખ બાજખેડાવાળ મંડળ-આણંદ) સુનીલભાઇ શાહ (ભાજપ આણંદ જિલ્લા ખજાનચી) તથા કેયુરભાઇ પરીખ, તુષારભાઇ કોઠારી (ખજાનચી), નીહીર દવે (રોટરી ઇન્ટર નેશનલ ૩૦૬૦, ડિસ્ટ્રીક્ટ ગર્વનર), દિપાલીબેન ઇનામદાર (સીયારામ ફાઉન્ડેશન) ઉપસ્થિત રહ્યા હતા.


Reporter: