News Portal...

Breaking News :

યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર વડોદરા ખાતે એન્જીનીયર અને માસ્ટર થયેલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો

2025-03-29 16:16:59
યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર વડોદરા ખાતે એન્જીનીયર અને માસ્ટર થયેલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો


શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુ ઈ બી ),વડોદરા દ્વારા દર મહીને કચેરી ખાતે તેમજ વિવિધ કોલેજ યુનિવર્સીટી સાથે રહીને એન્જીનીયર તેમજ માસ્ટર થયેલ ઉમેદવારો માટે વિવિધ કંપની પાસેથી વેકન્સી સર્વે કરીને રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામા આવે છે. 


આ ભરતી મેળામાં MECHANICAL, Electrical ગ્રેજ્યુએટ એન્જીનીયર ,તેમજ MCOM લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વડોદરા જિલ્લાના બે નોકરીદાતા દ્વારા ૫૦થી વધુ અનુભવી અને બિન અનુભવી જગ્યા માટે વેકન્સી નોટીફાઈડ કરવામા આવી હતી. રોજગાર કચેરી દ્વારા લાયકાત ધરાવતા ૧૩૪૭ ઉમેદવારોને ઈમેલ અને એસ.એમ.એસ દ્વારા ઈન્ટરવ્યુ માટે બોલાવવામા આવ્યા હતા.જેમાંથી ૨૦ ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા .જેમાંથી ૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી. 


પસંદગી પામેલ ઉમેદવારોને રૂ.ચાર લાખ સુધીના વાર્ષિક પેકેજ ઓફર કરવામા આવ્યા હતા.ભરતી મેળામાં હાજર રહેલ ૨૧ થી ૨૪ વર્ષના ઉમેદવારોને યુઈબીના નાયબ વડા અલ્પેશ ચૌહાણ તથા અન્ય સ્ટાફ દ્વારા દ્વારા ઉમેદવારોને પીએમ ઈન્ટર્નશીપ યોજના,વિદેશ રોજગાર અને શિક્ષણ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ રોજગાર -સ્વરોજગારલક્ષી સેવાઓનો ઓનલાઈન અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહીત કર્યા હતા.

Reporter: admin

Related Post