News Portal...

Breaking News :

રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે આવતીકાલે માધી ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન

2026-01-21 12:28:57
રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે આવતીકાલે માધી ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન


શહેરમાં આવેલ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે આવતીકાલે માધી ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 



આ પ્રસંગે મંદિર પરિસર ફૂલોના હાર અને આકર્ષક લાઈટિંગથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, જે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ભક્તિભાવ જગાવી રહ્યો છે.મંદિરના સેવાભાવી શૈલેષ મહારાજે શહેર સહિત આસપાસના તમામ ગણેશ ભક્તોને મહાયજ્ઞમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે.ઉલ્લેખનીય છે કે આ મંદિર આશરે 253 વર્ષ જૂનું અને તેનું વિશેષ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. 



અહીં સ્થિત રિદ્ધિ-સિદ્ધિ ગણેશજીની મૂર્તિને વડોદરાના ગણેશ ભક્તો અખંડ શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજે છે. માધી ગણેશ ચતુર્થીના આ મહાયજ્ઞથી સમગ્ર પરિસરમાં ભક્તિ અને ઉત્સવનું અનોખું માહોલ સર્જાવાની અપેક્ષા છે.

Reporter: admin

Related Post