વડોદરામાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોળી પર્વ નિમિત્તે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં ભવ્ય હોલી રસિયા કૂલ ફાગ ઉત્સવ યોજવામાં આવ્યો.

જેમાં વૈષ્ણવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોળી ઉત્સવના ભક્તિરસમાં રંગાયા હતા.વૈષ્ણવ પરંપરા મુજબ વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીએ 40 દિવસ સુધી હોળી રમેલી દિવ્ય પરંપરાને સ્મરી, આજે પણ પુષ્ટિમાર્ગના વૈષ્ણવોએ પરંપરા જાળવી રાખી છે. વડોદરાના માંજલપુર ખાતે ફાગણ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભવ્ય હોલી રસિયા સંગ કૂલ ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરતના પ્રસિદ્ધ રસિયા કલાકાર કુમનદાસ અને વૃંદ દ્વારા મનમોહક રસિયાઓ રજૂ કરવામાં આવ્યા, જેને ભક્તોએ ભારે ઉત્સાહથી માણ્યા. યુવા વૈષ્ણવચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા ઉપસ્થિત ભક્તો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.તેમજ ભક્તો તેમની સાથે આનંદ અને ભક્તિભાવ સાથે ઉત્સવ ઉજવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો સાથે બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.




Reporter: admin







