સૂર્યા પેલેસ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સન્માન કરાયું

નિવૃત કર્મચારીના પેન્શન પી.પી.ઓ તથા ફોર્મ નંબર 22 ના તમામ લાભ અપાયાછેલ્લા ઘણા સમયથી ડી.ઈ.ઓ ઓઅને ડી.પી.ઓ ઓફિસમાં ફરજ બજાવતા શિક્ષકો અને આચાર્યનો સમય મર્યાદા પૂર્ણ થતા તેમનો તા.01.06.25ના રોજ સન્માન સમારોહ યોજાયો હતો. સૂર્યા પેલેસ ખાતે ડી.ઇ.ઓ અને ડી.પી.ઓ ઓફિસ ખાતે ફરજ બજાવતા 91 જેટલા શિક્ષકો અને આચાર્ય નિવૃત્ત થતા હાજર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું....
આ કાર્યક્રમમાં તારીખ 31/05/2025 ના રોજ જે શિક્ષકો અને આચાર્ય નિવૃત થયા છે તે તમામ કર્મચારીના પેન્શન પી.પી.ઓ તથા ફોર્મ નંબર 22 ના તમામ લાભ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડી.ઈ.ઓ, ડી.પી.ઓ મહેશકુમાર પાંડે, SBI ઓફિસના ડી.જી.એમ સિંઘ , સંઘના આગેવાન રણજીતસિંહ, મહેન્દ્રસિંહ તથા હેમાશીબેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ લોકોએ નિવૃત કર્મચારીઓનું સન્માન કર્યું હતું આજે યોજાયેલા આ સન્માન સમારોહ કાર્યક્રમમાં નિવૃત્ત તમામ કર્મચારીઓ નું સન્માન થતા હર્ષની લાગણી અનુભવી હતી
Reporter: admin