વડોદરા : શ્યામ બાબા ફાગણ મિત્ર મંડળ (લકી મહોત્સવ) દ્વારા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા પદમ પાર્ક હનુમાનજી મંદિર પાસે ભવ્ય શ્યામ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.

હોળી પર્વને ધ્યાનમાં લઈ દરબાર લગાવી ઉત્તર ભારતીયોના જાગરણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વૃંદાવન ધામથી પધારેલ ખુશ્બુ રાધાજી, દિલ્હીથી લલિત મસ્તાનાજી, ઉત્તર પ્રદેશથી મનુ શર્મા તથા વડોદરાના દિપેશ શર્મા અને દીપિકા ગીલે વિવિધ ભક્તિ સભર ભજનો, ગીતોથી ભારે રમઝટ જમાવી હતી. આ સાથે ફુલ અને ગુલાલની હોળી રમાડવામાં આવી હતી. આગલા દિવસ સાંજથી શરૂ થયેલ કાર્યક્રમ બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સંત શિરોમણી ગંગેશ્વરાનંદજી મહારાજ (વહેરાખાડી આશ્રમ), સંત નિત્યાનંદજી મહારાજ (ઇસ્કોન મંદિર), પરમ પૂજ્ય ગોસ્વામી પંકજકુમાર મહારાજ (વલ્લભાકુળ)ના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. ગણેશ સ્થાપના સાથે શરૂ થયેલ કાર્યક્રમમાં અખંડ જ્યોત, છપ્પનભોગ, ઇત્ર વર્ષા, ભવ્ય દરબાર, મહાપ્રસાદી (ભંડારા) વગેરે જેવા ધાર્મિક કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા હતા.






Reporter: admin