૯૧ વર્ષીય નિવૃત્ત સરકારી શાળાના આચાર્યા કુસુમબેન મધુકર પગે ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાનાર માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મતદાન કરવા માટે તૈયાર છે. જે લોકશાહી ભાગીદારીનું એક પ્રેરણાદાયી પ્રતીક બન્યા છે. માંજલપુર બેઠકના વરિષ્ઠ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ.યોગેશ પટેલનું લાંબી બીમારી બાદ નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેના કારણે આ પેટાચૂંટણી યોજાઇ રહી છે.

પોતાની મોટી ઉંમર હોવા છતાં પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવાનો તેમનો અદમ્ય ઉત્સાહ અન્યોને પણ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
પોતાના સમગ્ર જીવન દરમિયાન દરેક ચૂંટણીમાં મતદાન કરનાર આ નિવૃત્ત શિક્ષિકા ફરી એકવાર પોતાની નાગરિક ફરજ બજાવશે અને એ સાબિત કરશે કે લોકશાહીને મજબૂત કરવા માટે ઉંમર ક્યારેય બાધક બનતી નથી.
મતદાન પ્રત્યેની તેમની નિષ્ઠા લોકશાહી પ્રક્રિયામાં દરેક નાગરિકની ભાગીદારીનું મહત્વ દર્શાવે છે અને એક શક્તિશાળી સંદેશ આપે છે કે રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં દરેક મત મહત્વનો છે.
Reporter: admin







