અમેરિકામાં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ગેરકાયદે ઘૂસણખોરી કરતાં વિદેશી નાગરિકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એ દરમિયાન 25 મજારથી વધારે વિદેશી નાગરિકોની ધરપકડ થઈ છે. આ વિદેશી નાગરિકો સામે હત્યા, ડ્રગ્સની હેરાફેરી, ધાક-ધમકી, મારપીટ, રેપ જેવા ગંભીર ગુનાઓ પણ દાખલ થયા છે. આ અંગેની જાણકારી અમેરિકાના ગૃહ મંત્રાલયે આપી છે.અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ટ્રમ્પ સરકારે જાહેર કરેલા ખુંખાર ગુનેગારોનું લિસ્ટ બહાર પાડયું હતું. ઓનલાઈન જાહેર થયેલા આ લિસ્ટમાં ભારતીય મૂળના 89 નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. ટ્રમ્પ સરકારે આ ગુનેગારોના ફોટો, નાગરિકતા અને ગુનાની વિગતો જાહેર કરી હતી. ગૃહ વિભાગે કહ્યું હતું કે આ તો માત્ર સ્નેપશોટ છે. ખરો આંકડો તો ખૂબ મોટો હોઈ શકે છે. કારણ કે ટ્રમ્પના શાસનકાળમાં 25 હજારથી વધુ ક્રિમિનલ્સ ઈલીગલ એલિયન્સની ધરપકડ કરવામાં આવી છે.
ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઈસીઈ અને કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન-સીબીપીએ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવીને છેલ્લાં એક વર્ષમાં 25 હજારથી વધુ વિદેશી નાગરિકોની ગેરકાયદે ઘૂસણખોરીના આરોપમાં ધરપકડ કરી છે. તેમની સામે આ ઉપરાંત હત્યા, રેપ, ડ્રગ્સની હેરાફેરી, મારામારી સહિતના ગુનાઓ પણ નોંધાયા છે.ટ્રમ્પ સરકારે એમાંથી સૌથી ખતરનાક ગણાય એવા અપરાધીઓનું એક લિસ્ટ બનાવ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ખાસ વેબસાઈટ બનાવવામાં આવી છે અને એમાં હવે આગામી દિવસોમાં લિસ્ટ અપડેટ કરવામાં આવશે. ભારતીય મૂળના અમનદીપ મુલ્તાની અને હરજિંદર સિંહને પણ આ લિસ્ટમાં મૂકાયા છે. તેમના પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે આ એ લોકો છે જેમણે આપણા નાગરિકોને નુકસાન પહોંચાડયું છે.
Reporter: admin







