આસ્તિકો ની આસ્થા નું કેન્દ્ર, બાલ બાલિકા સંસ્કાર પ્રદાન કેન્દ્ર, કિશોરો/ યુવાઓમાં વ્યક્તિત્વ વિકાસ કેન્દ્ર, શૈક્ષણિક તથા તબીબી પ્રવૃત્તિઓ, ગૌશાળા, કુદરતી આફતમાં સમાજસેવા જેવા અનેકવિધ આયામો એક જ છત્ર હેઠળ છેલ્લા આઠ દાયકા ઓ થી પુરું પાડતું સ્થાન એટલે બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા.
આજ થી ૭૯ વર્ષ પહેલાં અષાઢ સુદ ત્રીજ વિક્રમ સવંત ૨૦૦૧ , તારીખ ૧૨ જુલાઈ ૧૯૪૫ ના રોજ સંસ્થા ના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના કર કમળો દ્વારા પ્રતિષ્ઠિત થયેલા સંસ્થા ના આ ચતુર્થ મંદિર નો આજરોજ ૭૯મો પાટોત્સવ સંસ્થા ના સદગુરૂ સંત પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી તથા પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં ભક્તિ ભાવ પૂર્વક તથા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં અગીયાર સોથી વધુ મંદિરો નું નિર્માણ કરનાર એવા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ચોવીસ વર્ષ ના નવયુવાન સંત તરીકે આ મંદિર નિર્માણ માં એક અદના સ્વયં સેવક તરીકે તનતોડ મહેનત કરી હતી તેવું સંસ્થા ના એકમાત્ર મંદિરનાં પાટોત્સવ માં મોટી સંખ્યા માં ભક્ત જનોએ મહાપૂજા માં સમ્મિલિત થઈ ધન્યતા અનુભવી હતી. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ની પ્રેરણા થી ઉજવવામાં આવેલ આ પાટોત્સવ માં પ્રાતઃ સમયે પ્રભુ પ્રતિમાઓને પૂજ્ય સંતો એ પંચ દ્રવ્યો થી અભિષેક કર્યો હતો.આજની પાટોત્સવ ની મુખ્ય સભા માં સાંસદ ડો હેમાંગ જોશી, સ્થાનિક વિધાયક ચૈતન્યભાઈ દેસાઈ સહ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus