રામસુરી સમુદાયના મતિરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આયંબિલ ની ઓળીનો આજે ત્રીજો દિવસ.

જૈનોમાં જપ તપ અને વ્રતનો ખુબ મોટો મહિમા શાસ્ત્રકારો એ બતાવેલો છે. પુણ્ય કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે પરંતુ આત્મા એ જે ચીકણા કર્મો બાંધેલા હોય તે તો આવા કઠિન તપ દ્વારા જ નિર્જરા કરી શકાય છે.આ આયંબિલની ઓળીના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનો માં ચૈત્ર સુદ સાતમ થી પુનમ સુધી નવ દિવસની નવપદની ચૈત્રી ઓળી કરવાની હોય છે જેમાં નવ દિવસ સુધી ફક્ત બાફેલું ધાન ૨૪ કલાક માં એક વાર લેવાનું હોય છે તેમાં ધી તેલ મરચું કે મસાલા કે શાકભાજી કે ફળ મિઠાઈ ચ્હા-દુધ નો સર્વથા ત્યાગ કરવાનો હોય છે. અને આખો દિવસ પ્રતિક્રમણ ભગવાન ની પુજા સામાયિક, મંત્ર જાપ સાથીયા, ખમાસણા ભગવાન સમક્ષ આપવાના હોય છે.દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘ ના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે અમારા સંઘ માં ૨૨૦ આયંબિલ ની ઓળી ચાલી રહી છે અને ૨૫૦ થી વધુ આયંબિલ રોજ થાય છે તથા આજે રવિવારના દિવસે પાઠશાળા ના નાના નાના ત્રણ વર્ષ થી લઈને મોટા બાળકો આયંબિલ તપ માં જોડાયા છે તેમને પ્રોત્સાહન મળે તે માટે તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું છે

અમારા સંઘમાં પંકજભાઈ શાહે એમના ગુરુ ભગવંતોની પ્રેરણાથી બધા ભક્તોએ આ આયંબિલ ની ઓળી કરાવવાનો લાભ લીધો છે . આજ ના આયંબિલમાં ૩ વર્ષ થી માંડી ને ૮૦ વર્ષ ના વડિલો આ આયંબિલ તપ માં જોડાયા હતા.સંઘમાં બિરાજમાન મતિરત્ન વિજયજી મહારાજે પણ આત્મા ના કલ્યાણ માટે આ આયંબિલ તપ કરવો જોઈએ એમ ભાર પુર્વક જણાવ્યું હતું.આ આયંબિલ તપ ની ઓળી ના તપસવીઓ ના પારણાં ૧૩ મી તારીખે સંઘ માં કરાવવામાં આવશે એમ સંઘ અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું.દરમિયાનમાં આજે સુમનદીપ વિદ્યાપીઠ ના અધ્યાપક દર્શી શાહ જૈન પધ્ધતિથી જીવવું એમાં પણ રાત્રી ભોજન ન કરતા હોય તો શરીર માં કેવિ પ્રકારના ફેરફારો થાય છે તે વિષય પર તેઓ સુમનદીપ વિદ્યાપીઠ ના જૈનોલોજી વિભાગમાં પી એચડી કરી રહ્યા છે તેમને પણ બધા તપસ્વી ઓ નુ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું





Reporter: admin







