ભાવનગરમાં સૌથી મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. ભાવનગરના બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી 4 કિશોરી ડૂબી જતાં ચારેયના મોત થયા છે. જ્યારે એક કિશોરીને બચાવી લેવામાં આવી છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
બોર તળાવમાં 5 કિશોરી કપડાં ધોવા ગઇ હતી.ભાવનગરમાં દુખદ ઘટના બની છે. બોર તળાવમાં 5 કિશોરી કપડાં ધોવા ગઇ હતી અને તે સમયે કોઇ કારણોસર 4 કિશોરીઓના ડૂબી જવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો કિશોરીઓને બચાવવા તળાવમાં પડ્યા હતા પણ એક જ બાળકીને બચાવવામાં સફળતા મળી હતી.
બચી ગયેલી એક કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ.બચી ગયેલી એક કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. સ્થળ પર હાલ વધુ કાર્યવાહી ચાલી રહી છે. મૃતકોમાં અર્ચના હરેશ ડાભી, કોમલ મુન્ના ભાઇ ચારોડીયા, ઢીંગીબેન વિજય પરમાર અને રાશિ મનિષભાઇ ચારોડીયાનો સમાવેશ થાય છે
Reporter: News Plus