રિટર્ન ટિકીટ 24 એપ્રિલની છે પણ તેઓ હાલ જે રીતે ફસાયેલા છે તે જોતાં તેઓ ટ્રેન પકડી શકે તેમ નથી...
સાંસદ હેમાંગ જોશી અને કોર્પોરેટર સ્નેહલ પટેલનો પણ સંપર્ક કર્યો હતો, સાંસદે તેમની માહિતી સરકારને પહોંચાડી...
મંગળવારે બપોરે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ કાશ્મીર ફરવા ગયેલા હજારો લોકો ત્યાં જ ફસાઇ ગયા છે. બુધવારે અંદાજે 3500 જેટલા લોકોએ કાશ્મીર ખીણ છોડી દીધી હતી પણ હજું પણ ઘણા લોકો ત્યાં ફસાયેલા છે. વડોદરાના 19 સભ્યોનું ગૃપ પણ કાશ્મીર ફરવા ગયું છે અને આ ગૃપ પણ પહેલગામમાં ફસાયું છે. ગૃપના સભ્યોએ વીડિયો વાયરલ કરીને તેમને જલ્દી વડોદરા પરત મોકલાય તેવી વિનંતી કરી છે. તેમણે સાંસદ હેમાંગ જોશી અને કોર્પોરેટર વોર્ડ નંબર 16 ના સ્નેહલ પટેલનો પણ સંપર્ક કર્યો હતો. સાંસદે તેમની માહિતી સરકારને પહોંચાડી છે.આતંકીઓએ કાશ્મીરના પહેલગામમાં ટુરિસ્ટના ધર્મના આધારે ઓળખ કરી તેમની પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 27 લોકોના મોત થયા છે. કાશ્મીર ફવા ગયેલું વડોદરાનું એક પણ ગૃપ પણ આ ઘટના બાદ ત્યાં જ ફસાઇ ગયું છે. તેમની રિટર્ન ટિકીટ 24 એપ્રિલની છે પણ તેઓ હાલ જે રીતે ફસાયેલા છે તે જોતાં તેઓ ટ્રેન પકડી શકે તેમ નથી. જેથી તેમને તત્કાળ વડોદરા પરત મોકલવાની વ્યવસ્થા કરાય તેવી વિનંતી આ ગૃપ દ્વારા કરવામાં આવી છે.
ગૃપના એક સભ્ય મોનિકા પરમારે વીડિયો જાહેર કરીને કહ્યું છે કે અમે કાશ્મીરના પ્રવાસે છીએ. અમે જ્યારે આવ્યા ત્યારે રીટર્ન ટીકીટ 24 તારીખની કરાવી હતી. પણ આ સ્થીતીમાં ફસાયા છે અને કાલે ટ્રેન પકડી શકીએ તેવી શક્યતા નથી. જેથી અમને કોઇ પણ રીતે ગુજરાત લઇ જવાય. અમે માનસીક અને શારિરીક રીતે કંટાળી ગયા છીએ જેથી અમને જલ્દી વડોદરા લઇ જવામાં આવે મોનિકા પરમારે કહ્યું કે અમે અહીં 18 તારીખે આવ્યા છીએ. ગઇ કાલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના કારણે ફસાયા છીએ. જેથી અમે વડોદરામાં સંપર્ક કર્યો અને અમને સાંસદ અને વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર સ્નેહલ પટેલનો સપોર્ટ કર્યો છે અને સરકારને અમારી જાણકારી પહોંચાડી. અમે કેટલાય દિવસથી અહીં આવ્યા છીએ. મારી પાસે બીજા 19 સભ્યો છે અને દરેકના સગાઓના ફોન આવી રહ્યા છે અને ચિંતા કરી રહ્યા છે જેથી સરકારને વિનંતી છે કે જલ્દી અમને બહાર કાઢો.
અમારે જેમ બને તેમ જલ્દી વડોદરા આવવું છે...
અમે એક અઠવાડીયાથી કાશ્મીર આવેલા છીએ. વડોદરા આવવાની અમારી 24 તારીખની ટિકીટ હતી પણ આ ઘટના બની એટલે અમે ટિકીટ કેન્સલ કરાવી છે. અમે હાલ શ્રીનગરમાં છીએ અને ત્રણ નાના બાળકો સાથે 17 જણા છીએ. અમારે જેમ બને તેમ જલ્દી અહીંથી નીકળવું છે અને સરકાર અમને વડોદરા પરત લાવવાની વ્યવસ્થા કરે તેવી અપીલ કરીએ છીએ. પહેલગામમાં મંગળવારે આ બનાવ બન્યો હતો અને તે જ સ્થળે અમે સોમવારે ગયા હતા. અત્યારે તો અમે બધા હોટલની એક જ રુમમાં રહીએ છીએ.
ચાંદની પરમાર , વડોદરા
વહેલાં માં વહેલી તકે પરમાર પરિવારને પરત લાવવામાં આવશે.સાંસદ
કશ્મીર ના શ્રીનગર ખાતે રોકાયેલ પરમાર પરીવાર ને પરત લાવવા બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રી ના કાર્યાલય તથા મુખ્યમંત્રી શ્રી તથા ના કાર્યાલય ખાતે સંપર્ક માં છીએ. તેઓ નું હાલ નું રહેવાનું સલામત સ્થળે છે તથા ભોજન / દવા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વહેલાં માં વહેલી તકે એમને પરત લાવવામાં આવશે.
ડ઼ો હેમાંગ જોશી, સાંસદ
Reporter: admin







