News Portal...

Breaking News :

માતૃશક્તિ આશીર્વાદ યાત્રાના ૮માં તબક્કા હેઠળ 1232 માતાઓને પવિત્ર ધામોમાં દર્શન કરાવવામાં આવ્યા

2026-02-03 14:13:12
માતૃશક્તિ આશીર્વાદ યાત્રાના ૮માં તબક્કા હેઠળ 1232 માતાઓને પવિત્ર ધામોમાં દર્શન કરાવવામાં આવ્યા


વડોદરા શહેરના વોર્ડ નં. 8 માં સ્વેજલ ભરતભાઈ વ્યાસ દ્વારા આયોજિત “માતૃશક્તિ આશીર્વાદ યાત્રા”નો 8મો તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો। 


આ તબક્કા હેઠળ વોર્ડ નં. 8 ની 1232 માતાઓને 22 બસ દ્વારા નિઃશુલ્ક તીર્થયાત્રા માટે પવિત્ર ધામોમાં દર્શન કરાવવામાં આવ્યા।યાત્રા દરમિયાન માતાઓને કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, કોટગણેશ મંદિર, બુટ ભવાની મંદિર અને ધર્મજ સ્વામિનારાયણ મંદિર જેવા પવિત્ર તીર્થધામોમાં દર્શનનો લાભ અપાયો। માતાઓના ચહેરા પરની ખુશી અને તેમની ભાવભીની પ્રાર્થનાઓએ સમગ્ર આયોજનને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બનાવી દીધું।આ સમગ્ર અભિયાન અંતર્ગત વોર્ડ નં. 8 ની કુલ 15,000 માતાઓને તબક્કાવાર યાત્રાનો લાભ અપાવવાનો સંકલ્પ લેવાયો છે। 


અત્યાર સુધી 8 તબક્કા પૂર્ણ કરી 6,300 માતાઓને યાત્રાનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે હજુ આશરે 8,000 માતાઓને આવનાર સમયમાં યાત્રાનો લાભ અપાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે।સ્વેજલ ભરતભાઈ વ્યાસે જણાવ્યું કે, “માતૃશક્તિના આશીર્વાદથી જ સમાજ અને સંસ્કાર મજબૂત બને છે. આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પરંતુ સંસ્કાર, શ્રદ્ધા અને એકતા મજબૂત બનાવવાનો પવિત્ર પ્રયાસ છે.વોર્ડ નં. 8 ની માતાઓનો ઉત્સાહ અને આશીર્વાદ આ અભિયાનને સતત પ્રેરણા આપી રહ્યા છે. આવનાર સમયમાં પણ વધુ માતાઓને આ પવિત્ર યાત્રાનો લાભ અપાવવાનો સંકલ્પ અડગ છે।

Reporter: admin

Related Post