વડોદરા: પોલીસ લોક રક્ષા ભરતી (LRD) માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે.

વડોદરા શહેરમાં કુલ 125 કેન્દ્રો પર 35,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે,ભરતી પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે વડોદરા પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા યોજનાની અમલવારી કરાઈ છે.અંદાજે 1200 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.

દરેક કેન્દ્રો પર CCTV મોનિટરિંગ, બોડિ ચેકિંગ અને મોબાઇલ પ્રતિબંધ જેવા પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અલગથી પોલીસ સ્ટાફ ગોઠવાયો છે.



Reporter: admin