News Portal...

Breaking News :

બુમરાહની ગેરહાજરી ભારતને ભારે પડી, બોલિંગમાં દેખાઈ નબળાઈ

2026-07-20 09:35:32
બુમરાહની ગેરહાજરી ભારતને ભારે પડી, બોલિંગમાં દેખાઈ નબળાઈ

ભારતના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરી ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ટીમને ભારે પડી હતી. ઈજાના કારણે બુમરાહ આ મેચમાં રમી શક્યા નહોતા, જેના કારણે ભારતીય બોલિંગ આક્રમણ અપેક્ષિત અસર પાડી શક્યું નહોતું.

ક્રિકેટ નિષ્ણાતોના મતે બુમરાહની ગેરહાજરીમાં ખાસ કરીને મધ્ય ઓવરો દરમિયાન ભારતીય બોલરો પર ઇંગ્લેન્ડના બેટરોએ દબદબો જમાવ્યો હતો. બોલિંગમાં ધારના અભાવ અને મધ્ય ઓવરોની નબળી વ્યૂહરચનાનો ઇંગ્લેન્ડે પૂરતો લાભ ઉઠાવ્યો હતો.

ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 387 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જેમાં બેન ડકેટ અને જેકબ બેથેલે મોટી ભાગીદારી નોંધાવી હતી. બુમરાહ જેવા અનુભવી બોલરની ગેરહાજરીમાં ભારતને બ્રેકથ્રૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી, જે અંતે મેચ અને શ્રેણીના પરિણામમાં મહત્વપૂર્ણ પરિબળ સાબિત થઈ હતી.

Reporter: admin

Related Post