News Portal...

Breaking News :

અમરનાથ યાત્રા: 9 જુલાઈ સુધી તમામ નોંધણી સ્લોટ ફુલ, નોંધણી વગર યાત્રા પર ન નીકળવા તંત્રની અપીલ

2026-07-05 16:19:38
અમરનાથ યાત્રા: 9 જુલાઈ સુધી તમામ નોંધણી સ્લોટ ફુલ, નોંધણી વગર યાત્રા પર ન નીકળવા તંત્રની અપીલ

શ્રીનગર: અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે 9 જુલાઈ સુધીના તમામ નોંધણી સ્લોટ તેમજ ઑન-ધ-સ્પોટ (તત્કાલ) ટોકન સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને માન્ય નોંધણી વગરના શ્રદ્ધાળુઓને હાલ યાત્રા માટે રવાના ન થવા અને થોડા દિવસ રાહ જોવા અપીલ કરી છે.

પ્રશાસનના જણાવ્યા અનુસાર, માત્ર તે જ શ્રદ્ધાળુઓને યાત્રા માર્ગ પર આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે, જેમની પાસે નિર્ધારિત તારીખનું માન્ય નોંધણી પ્રમાણપત્ર હશે. યાત્રાળુઓની સુરક્ષા, સુવિધા અને દૈનિક નક્કી કરાયેલી યાત્રા મર્યાદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રશાસને નોંધણી કરાવી ચૂકેલા શ્રદ્ધાળુઓને તેમની ફાળવેલી તારીખે જ યાત્રા કરવા વિનંતી કરી છે. જ્યારે હજુ સુધી નોંધણી ન કરાવનાર શ્રદ્ધાળુઓને નવા સ્લોટ અથવા ટોકનની સત્તાવાર જાહેરાત બાદ જ યાત્રાનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.

Reporter: admin

Related Post