પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાતી ₹7,600 કરોડની સેમિકન્ડક્ટર યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટને દેશના ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી સેમિકન્ડક્ટર યુનિટના કાર્યાન્વયનથી દેશમાં રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ ભારત વૈશ્વિક ચિપ ઉત્પાદન ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી શકશે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ દ્વારા અદ્યતન ટેક્નોલોજીના વિકાસને પ્રોત્સાહન મળશે અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને પણ નવી ગતિ મળશે.
Reporter: admin







