મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે. હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
શહેરમાં ભારે વરસાદની સૌથી વધુ અસર પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો પર જોવા મળી રહી છે. ટ્રેક પર પાણી ભરાવાના કારણે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે જ્યારે કેટલીક સેવાઓ રદ કરવામાં આવી છે. રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે અને સમુદ્રમાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પાણી નિકાલ માટે સતત કામગીરી કરી રહી છે.
દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
Reporter: admin







