News Portal...

Breaking News :

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 4,500 એપ્રેન્ટિસ પદો માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ આજે

2026-06-28 16:23:07
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 4,500 એપ્રેન્ટિસ પદો માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ આજે

સરકારી બેંકમાં કારકિર્દી બનાવવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 4,500 એપ્રેન્ટિસ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ આજે, 28 જૂન 2026 છે. બેંકે અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ વધારીને 28 જૂન કરી હતી.


આ ભરતી અભિયાન હેઠળ દેશભરમાં કુલ 4,500 એપ્રેન્ટિસ પદો ભરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) થયેલો હોવો જરૂરી છે. અન્ય લાયકાતની શરતો સત્તાવાર સૂચના મુજબ લાગુ પડશે.

પસંદગી પામેલા ઉમેદવારોને એક વર્ષનું તાલીમ (ટ્રેનિંગ) આપવામાં આવશે. તાલીમ દરમિયાન ઉમેદવારોને દર મહિને ₹15,000 સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.


રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે જ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સત્તાવાર ભરતી પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ લાયકાત, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અન્ય નિયમો ધ્યાનપૂર્વક વાંચી લે.

Reporter: admin

Related Post