વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાનારી હતી, પરંતુ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને પૂર્વ સભાસદ મુન્નીદેવી શર્માના નિધનને પગલે સભા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સભાની શરૂઆતમાં બંને સ્વર્ગસ્થ આગેવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યોએ તેમના જાહેર જીવન અને લોકો માટે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. તેમના નિધનને શહેર અને સામાજિક ક્ષેત્ર માટે મોટી ખોટ ગણાવવામાં આવી હતી.
શોકની લાગણી વ્યક્ત કરવા માટે સામાન્ય સભાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી અને માનના ભાગરૂપે સભા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભામાં હાજર તમામ લોકોએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સાથે જ જાણ કરવામાં આવી હતી કે આજે મુલતવી રાખવામાં આવેલી સામાન્ય સભા હવે આગામી 4 જુલાઈ, સોમવારના રોજ યોજાશે. સભાના બાકી રહેલા મુદ્દાઓ અને કામગીરી તે દિવસે હાથ ધરવામાં આવશે.
આ નિર્ણય દ્વારા સ્વર્ગસ્થ આગેવાનો પ્રત્યે સન્માન અને શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તેમના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
કોંગ્રેસના કોર્પોરેટર કહ્યું કે સામાન્ય સભા એ એવો મહત્વપૂર્ણ મંચ છે જ્યાં કાઉન્સિલરો પોતાના વિસ્તારની સમસ્યાઓ અને નાગરિકોના પ્રશ્નો રજૂ કરે છે. પરંતુ વારંવાર સભા મુલતવી રહેતા જનહિતના મુદ્દાઓ પર સમયસર ચર્ચા થતી નથી.
તેમણે માંગ કરી કે નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને નજીકના સમયમાં બીજી બેઠક બોલાવવામાં આવે અને શહેરના વિકાસ તેમજ પ્રજાલક્ષી મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થાય.
Reporter: admin







