વિશ્વભરમાં ૨૩ મે ના દિવસને “વિશ્વ કાચબા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. કાચબાઓ અને તેમના કુદરતી વસવાટના સ્થળો અંગે વ્યાપક જન જાગૃતિ ફેલાવવી અને તેમનું સંરક્ષણ સુનિશ્ચિત કરવું એ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે.

કાચબાઓ પૃથ્વી પર લાખો વર્ષોથી જીવંત છે અને તેઓ ઇકોસિસ્ટમમા એક મહત્વની ભૂમિકા ભજવે છે સાથે સાથે તેને વિવિધ સંસ્કૃતિઓમા ધીરજ અને બુદ્ધિના પ્રતિકરૂપ પણ માનવામાં આવે છે.આ દિવસની શરૂઆત અને ૨૦૦૦ માં "American Tortoise Rescue" નામની સંસ્થાએ કરી હતી. આજના સમયમાં અનેક પ્રકારના કાચબાઓ અત્યંત સંકટગ્રસ્ત સ્થિતિમાં છે. તેમના રહેઠાણોનો વિનાશ, દરિયાઈ પ્રદૂષણ, પ્લાસ્ટિક વેસ્ટ અને માનવીય બેધારી ક્રિયાઓ તેમના અસ્તિત્વ માટે ખતરો ઊભો કરી રહ્યા છે.આપણે દરેકે એ વિચારવું જોઇએ કે, કાચબાની જેમ ધીરે ધીરે પણ સહજ રીતે આગળ વધીએ અને સાથે સાથે આ નમ્ર જીવનુ રક્ષણ કરવાનો સંકલ્પ પણ લઈએ. '
વિશ્વ કાચબા દિવસ' એ માત્ર ઉજવણીનો દિવસ નથી પણ જવાબદારીનો દિવસ પણ છે. જે આપણને દરેક જીવ એ મહત્વનો છે. ચાહે તે ધીરો હોય કે નાનો તે શીખવે છે.કાચબા પાણીને શુદ્ધ કરે છે અને કુદરતી સંતુલન પણ જાળવી રાખે છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કાચબાની બે પ્રજાતિઓ જોવા મળે છે. સોફ્ટ શેલ ટર્ટલ અને ઇન્ડિયન સ્ટાર કાચબો. મહત્વનું છે કે, વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી ઉપરાંત સોફ્ટ શેલ કાચબા નાના તળાવોમાં પણ જોવા મળે છે અને તેઓ પાણીમાં રહેલા જંતુઓ અને અન્ય નાના જીવોને ખાય છે. ભારતીય સ્ટાર કાચબો ડભોઈના પાદરા ખાતે આવેલા ફાર્મ એક્સટેન્શનના નર્મદા નદી કિનારે નરમ જમીન પર જોવા મળે છે. તે નાના છોડ અને લીલા શાકભાજી ખાય છે. આ બંને વન્યજીવન અધિનિયમની સૂચિ એક હેઠળ આવે છે. આ સાથે જ તેમને ઘરમાં રાખવા ગેરકાયદેસર છે. વડોદરા વન વિભાગ સમયાંતરે દરોડા પાડીને આવા લોકો સામે કેસ દાખલ કરે છે. તેમજ પ્રાણીઓને બચાવે છે. પૂર જેવી પરિસ્થિતિઓમાં પણ વન વિભાગ આ કાચબાઓને બચાવે છે અને સંપૂર્ણપણે સાજા થયા પછી તેમને તેમના નિવાસ સ્થાનમાં પાછા છોડી દેવામાં આવે છે.
Reporter: admin