વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર રાધિકા ભવન ખાતે ઝોન-૦૩ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો” તથા “તેરા તુજકો અર્પણ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજન ઝોન-૩ના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. પાણીગેટ, વાડી, કપુરાઈ, માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. ૨૭ થી વધુ ચોરીના મોબાઈલ ફોન, ચાંદીના દાગીના, રોકડ રકમ, એક્ટિવા તથા રિક્ષા જેવી ચીઝો પરત સોંપાઈ ત્યારે ટોટલ એમાઉન્ટ ૨૦ લાખ જેટલી પરત કરવામાં આવી હતી.

લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તમામ PI તથા PSI અધિકારીઓ હાજર રહ્યા હતા.ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ, પોલીસ-જનસંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે.





Reporter: admin