વડોદરા રેલ્વે સ્ટેશન પાસે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે એક શંકપદ ઇસમ ધવલ ગોવિંદભાઇ પાટણવાડિયા પર વોચ કરી હતી.
જયસંતોષી નગર વુડા ફ્લેટહાઉસમાં બ્લોક 30 રૂમ 14 ટ્રોપિક સામે ખિસકોલી સર્કલ પાસેથી કાળા રંગની તેની બેગની તપાસ કરતાં બેગમાંથી અલગ-અલગ કંપનીના 07 મોબાઈલ મળી આવ્યા હતા . રૂ.34,500/- મળી આવેલ મોબાઈલ ફોન વિશે પૂછપરછ કરતા આ મોબાઈલ ફોન વડોદરા શહેરના જુદા-જુદા સ્થળેથી ચોરાયેલ હોવાનું માલુમ થયું હતું અને તપાસ દરમિયાન આરોપીઓ ઘરમાંથી જુદી-જુદી કંપનીના રૂ.36,000/-ની કિંમતના 06 મોબાઈલ મળી કુલ 13 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના તેમજ રૂ.70,500/-ની રોકડ જપ્ત કરી ઇ.પી.કો. કલમ 379 અને વડોદરા શહેર બાપોદ અને અટલાદરા પોલીસ સ્ટેશન ગુના ડીટેકટ કરેલ છે.
Reporter: News Plus