નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે ભાજપના ઉમેદવારને 8 વખત મત આપ્યાં હતાં. એટલું જ નહીં આ મતદાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે જુદા જુદા મતદારના નામે મતદાન કર્યા હતા. જેને કારણે ચૂંટણી પંચે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ યુવકને હાલ ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે વિપક્ષનો આક્ષેપ છેકે, ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ બૂથ કેપ્ચરિંગ પર ઉતરી આવી છે.
દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે આજે દેશના 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાનનો પાંચમો રાઉન્ડ થઈ રહ્યો છે. લોકસભાની 49 બેઠકો પર અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર લાગેલું છે. જેમાં યુપીની અમેઠી અને રાયબરેલી સીટ પણ સામેલ છે.
રાયબરેલીથી રાહુલ ગાંધી પોતે મેદાનમાં છે. બિહાર અને મહારાષ્ટ્રમાં પણ કેટલીક હાઈપ્રોફાઈલ સીટો છે.
Reporter: News Plus