મુંબઈ : લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે.
લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થયું છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મુંબઇમાં મત આપ્યો છે. આ ઉપરાંત અક્ષય કુમાર-ફરહાન અખ્તર મતદાન મથક પર મતદાન પર પહોંચ્યા છે. ફરહાન અખ્તરે કહ્યું કે 'મારો મત સુશાસન માટે છે. એક સરકાર જે લોકો માટે કામ કરે છે. આગળ આવો અને મત આપો.' તો બીજી તરફ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ મત આપ્યો છે.
પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, 'લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં, આજે 8 રાજ્યો અને સંઘના પ્રદેશોમાં 49 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. હું આ તબક્કાના તમામ મતદારોને તેમના મત આપવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. મહિલાઓ અને યુવા મતદારોને લોકશાહીના આ તહેવારમાં ભાગ લેવાની મારી વિશેષ અપીલ છે.'
આજે પાંચમાં તબક્કામાં 8 કરોડથી 95 લાખથી પણ વધુ મતદારો 94732 મતદાન મથકો પર મત આપશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કેટલાક મતદાન કેન્દ્રોમાં મતદાન સમાપ્ત થવાના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. લોકસભાના પાંચમાં તબક્કાની 49 લોકસભા બેઠકો માટે કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઓડિશાની 35 બેઠકો માટે 265 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની કુલ 147 બેઠકો છે. જેમાંથી 13 મેના રોજ પ્રથમ તબક્કા હેઠળ 28 બેઠકો પર મતદાન થયું હતું.
Reporter: News Plus