યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના બંગલે દેખાવો કરનાર 200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ શહેરના રાજકારણમાં પણ ઉત્તેજના વ્યાપી છે માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલ ફરીયાદના મામલે શહેર પોલીસ કમિશનર સહિત રાજ્યના ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.
વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી એડમિશન મુદ્દે મામલો ગરમાયેલો હતો, હોસ્ટેલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે મેસ ફી ફરજિયાત કરવાના મામલે થોડા દિવસો અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા વાઇસ ચાન્સેલર નિવાસસ્થાને વિધાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આ ઉગ્ર દેખાવો ના પગલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મેસ ફી ફરજિયાત રાખવાના નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ એટલે કે યુનિવર્સિટીના હાલના વીસી દ્વારા લેવાયેલા આ નિર્ણયમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશ માટે 7000 હોસ્ટેલ ફી ઉપરાંત વાર્ષિક ફૂડ બીલ તરીકે 24000 ચૂકવવાના થતા હતા. વાત જ્યારે મેસ ફી ફરજિયાત કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ બાબતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધએ ચરણ સીમાએ પહોંચ્યો હતો કે વીસી દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાતા વિદ્યાર્થી સંગઠનો મોટી સંખ્યામાં વાઇસ ચાન્સેલરના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા અને ભારે સૂત્રોચાર કર્યો હતો. આ દેખાવોના સમયે વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય દરવાજાને થોડુંક નુકસાન પણ પહોંચ્યું હતું. આ નુકસાન એટલું મોટું પણ ન હતું કે જેની સજા વિદ્યાર્થીઓને મળવી જોઈએ પરંતુ અહંકારમાં રાચતા વાઇસ ચાન્સેલરે ઓફિસર એસ કે વાળાને આદેશ આપીને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કર્યા વગર સયાજીગંજ પોલીસ મથકે 200 જેટલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 200 થી વધારે વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાતા શહેરમાં હડકંપ મચી ગયો હતો. વિદ્યાર્થીઓ એ કોઈ મોટા રીઢા ગુનેગાર નથી ત્યારે આ પ્રકારની માનસિકતાને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે તેવી લાગણી સાથે સોશિયલ મીડિયા ઉપર વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે ચેમ્પિયન પણ શરૂ કરવામાં આવ્યું હતું આ તમામ બાબતો વચ્ચે વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓએ ભૂતપૂર્વક વિદ્યાર્થી નેતા તરીકે પોતાનું જાહેર જીવન શરૂ કર્યું હતું તેમને આ મામલામાં ઝુકાવ્યું હતું. ધારાસભ્ય યોગેશ પટેલ અગાઉ પણ ભૂતકાળમાં યુનિવર્સિટીના હિતોની રક્ષા માટે વિદ્યાર્થી હિત રક્ષા સમિતિના નેજા હેઠળ અનેક આંદોલનના ભાગ બન્યા હતા. વાઈસ ચાન્સેલર દ્વારા દાખલ કરવામાં કરાવવામાં આવેલ ફરિયાદના અનુસંધાને ધારાસભ્ય યોગેશ પટેલ શહેર પોલીસ કમિશનરને મળીને રૂબરૂમાં રજૂઆત કરી હતી કે આ વિદ્યાર્થીઓ ગુનેગાર નથી તેમની વિરુદ્ધ આ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરશો તો તેમનું ભવિષ્ય રોળાઈ જશે. યોગેશ પટેલે પોલીસ કમિશનને રજૂઆત કર્યા બાદ તેઓએ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પણ આ બાબત અંગે અવગત કર્યા હતા રાજ્ય સરકારના આ બંને જવાબદાર મંત્રીઓ દ્વારા ધારાસભ્ય યોગેશ પટેલને પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.
કે વિદ્યાર્થીઓના હિતની અંદર આ ફરિયાદને રદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે વીસીના તાનાશાહી વર્તનને લઈને આમ પર વડોદરા શહેરના હજારો વિદ્યાર્થીઓ નારાજ ચાલી રહ્યા છે ત્યારે અવનવા વિવાદોનું કારણ બનતા વિજય શ્રીવાસ્તવ હવે વડોદરા શહેર માટે વિવાદોનો પર્યાય બની ગયા છે સત્ય માટે અને યોગ્ય રજૂઆત માટે વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો તેને દ્વારા દબાવવામાં આવ્યો હોય એવું તેમના વર્તન બાદ લાગ્યું છે હવે જોવાનું એ રહેશે કે શહેરના સિનયર મોસ્ટ ધારાસભ્ય અને હંમેશા શહેરીજનોનું હિત ઇચ્છનાર સૌના યોગેશ કાકાની રજૂઆત આ વિદ્યાર્થીઓના હિતમાં કેવો રંગ લાવે છે.
Reporter: News Plus