શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ મંદિર સંસ્થાન દ્વારા લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. યોગ હવે રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય તહેવાર બની ગયો છે
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે જાહેર કરવામાં આવે છે આ યોગ દિવસ ને માન સન્માન સાથે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે અને લાખો અનુયાયોને યોગ માટે પ્રેરણા આપે છે ત્યારે વડતાલ મંદિર દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો જેમાં 1500 થી વધુ યોગ ચાહકોએ ભાગ લીધો હતો યાત્રાધામ વડતાલ ગોમતી તીરે આવેલ શ્રી હરિકૃષ્ણ ઉતારાની હરિયાળી લોનની ખુલ્લી જગ્યામાં યોગાસન યોજાય હતા. વડતાલ સંસ્કૃત મહાવિદ્યાલય ના સંચાલન વાહક શાસ્ત્રી હરિ ઓમ પ્રકાશદાસજીના વડ પણ હેઠળ 100 વિદ્યાર્થી સંતો પારસદો અને ઋષિ કુમારો યોગમાં જોડાયા હતા
આ ઉપરાંત વડતાલ મંદિરના 400 ઉપરાંત કર્મચારીઓ વડતાલ કુમાર કન્યાશાળા અને હાઇસ્કુલના મળી 800 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત વડતાલ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર ઉપસરપંચ મિતુલભાઈ પટેલ તથા પંચાયતના સભ્યો મળી કુલ 1500 થી વધુ યોગચાહકો યોગમાં જોડાઈ વિવિધ યોગાસનો કર્યા હતા. યોગ શિક્ષક તરીકે વડતાલ કન્યાશાળાના શિક્ષક અને યોગ ટ્રેનર હસીતકુમાર જોષીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવસ્વામી તથા મુખ્ય કોઠારી સંતસ્વામીની રાહબરી હેઠળ રાખવામાં આવ્યું હતું. યોગ સમારંભ માટે વડતાલ મંદિરના વહીવટી સહયોગી શ્યામ વલ્લભ સ્વામી એ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી શ્યામ સ્વામી હરિ ઓમ સ્વામી તથા સરપંચ પ્રકાશભાઈએ જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું
Reporter: News Plus