મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યું છે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે.
ગુરુવારે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના વેકેશન જજ ન્યાય બિંદુએ ગઈકાલે અરવિંદ કેજરીવાલને નિયમિત જામીન મંજૂર કર્યા હતા. હાલમાં, હાઈકોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન બોન્ડ ભરવામાં આવશે નહીં. હાઈકોર્ટની સુનાવણી સુધી આદેશ પર સ્ટે છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ દિલ્હી એક્સાઇઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે.
દિલ્હી હાઈકોર્ટ ઈડી ની અરજી પર જલ્દી સુનાવણી કરવા સંમત થઈ છે. ઈડી વતી એએસજી એસવી રાજુ દિલ્હી હાઈકોર્ટમાં હાજર છે. ઈડી એ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુધીર કુમાર જૈન અને જસ્ટિસ રવિન્દર દુડેજાની વેકેશન બેંચ સમક્ષ કેસની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી દલીલ કરશે.
Reporter: News Plus