News Portal...

Breaking News :

ઇન્દોરમાં છ મહિના પહેલા મકાન ખાલી કરનાર ભાડુઆતના ફ્રીજમાંથી મહિલાની લાશ મળી

2025-01-11 12:01:50
ઇન્દોરમાં છ મહિના પહેલા મકાન ખાલી કરનાર ભાડુઆતના ફ્રીજમાંથી મહિલાની લાશ મળી


ઇન્દોરઃ લિવ-ઈન રિલેશનશિપના ભયાનક પરિણામો આપણે શ્રદ્ધા વાલકરના કેસમાં જોયા છે. હવે વધુ એક યુવતી લિવ-ઈન રિલેશનશિપમાં વધેરાઇ ગઇ છે. 


મધ્યપ્રદેશના દેવાસમાં આ ભયાનક કિસ્સો બન્યો છે. છ મહિના પહેલા મકાન ખાલી કરનાર ભાડુઆતના ફ્રીજમાંથી મહિલાની લાશ મળી આવી છે. મૃતદેહની હાલત એટલી ખરાબ હતી કે તેની ઓળખ થઈ શકી ન હતી. ફ્રીજમાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.મધ્ય પ્રદેશના દેવાસમાં છ મહિના પછી ફ્રીજમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. તેના પરિણીત પ્રેમીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે જે રૂમમાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો તેની બાજુમાં જ અન્ય ભાડુઆતનો પરિવાર રહે છે, પરંતુ આજ સુધી કોઈને તેના વિશે કોઈ જાણકારી નહોતી. હવે જ્યારે ફ્રીજ બંધ થઇ જવાથી તેમાંથી દુર્ગંધ ફેલાઇ ત્યારે આ ખોફનાક હત્યાનું રહસ્ય ખુલ્યું હતું. પીડિતાની ઓળખ પિંકી ઉર્ફે પ્રતિભા પ્રજાપતિ તરીકે થઈ છે. પોલીસે તેના પ્રેમી સંજય પાટીદારની ધરપકડ કરી છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. બિઝનેસમેન ધીરેન્દ્ર શ્રીવાસ્તવનું દેબાસના વૃંદાવન ધામમાં બે માળનું મકાન છે. તેઓ છ મહિનાથી દુબઈમાં છે. ગ્રાઉન્ડ ફ્લોર પર, એક બાજુએ એક રૂમ, રસોડું અને શૌચાલય છે. એની જમણી બાજુએ બે બેડરૂમ અને હોલ છે. ઉપર જવા માટે વચ્ચે એક સીડી છે.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે જુલાઈમાં બલવીર રાજપૂત નામના વ્યક્તિએ ગ્રાઉન્ડ ફ્લોર ભાડા પર લીધો હતો, પરંતુ જૂના ભાડુઆત પાટીદાર દ્વારા બંધ કરાયેલા બે રૂમનો તે ઉપયોગ કરી શક્યો ન હતો. પાટીદારે જૂન મહિનામાં જ ફ્લેટ ખાલી કરી દીધો હતો, પરંતુ તેણે બે રૂમમાં ફ્રિજ સહિતની કેટલીક વસ્તુઓ બંધ કરી દીધી હતી. તે મકાનમાલિકને ફોન પર કહેતો રહ્યો કે તે તેનો સામાન પરત લેવા જલ્દી આવશે.હવે બલવીરને તે રૂમની સખત જરૂર હતી, તેથી તેણે મકાનમાલિક સાથે વાત કરી. મકાન માલિકે તાળું તોડી રૂમનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. 


આ પછી, ગુરુવારે સાંજે જ્યારે બલવીરે તાળું તોડ્યું તો તેણે જોયું કે ફ્રિજ હજુ ચાલુ છે. જૂના ભાડુઆતે બેદરકારીપૂર્વક ફ્રિજ ચાલુ રાખ્યું હોવાનું માનીને, તેણે તેને બંધ કરી દીધું. પછી બીજા દિવસે સવારે બાકીની વસ્તુઓ કાઢી લઈશું એમ વિચારીને તેઓએ રૂમ બંધ કરી દીધો.શુક્રવારે સવારે રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગી. દુર્ગંધનું કારણ જાણવા તેણે અંદર રાખેલા રેફ્રિજરેટરનો દરવાજો ખોલ્યો તો તે ચોંકી ગયો. એક મહિલાની ડેડ બોડી ફ્રિજમાં ભરેલી હતી. ફ્રીજ ચાલુ હતું. જેના કારણે મૃતદેહ ધીમે ધીમે સડી રહ્યો હતો અને હવે તેમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. તેણે પોલીસને ફોન કર્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફ્રિજ ખોલ્યું તો તેમને સડી ગયેલી લાશ મળી આવી હતી. પિંકીની લાશ ચાદરમાં લપેટાયેલી હતી. પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતાં સંજય પાટીદારનું નામ સામે આવ્યું હતું. લોકોએ જણાવ્યું કે તે માર્ચ 2024 થી ત્યાં જોવા મળ્યો નથી. પોલીસે પાટીદારની શોધખોળ કરી ધરપકડ કરી હતી.

Reporter: admin

Related Post