News Portal...

Breaking News :

ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે?

2024-10-30 10:08:28
ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે?


તહેરાન : ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે? તેની ગુપ્ત માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર ઈરાન 4 હજાર મિસાઈલોથી ઈઝરાયેલને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે. 


બીજી તરફ ઈઝરાયેલે ઈરાનના તમામ પરમાણુ સ્થળોને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.રિપોર્ટ અનુસાર ઈરાન 4 હજાર મિસાઈલોથી ઈઝરાયેલને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે. આ હુમલો આજે રાત્રે જ થઈ શકે છે. બીજી તરફ ઈઝરાયેલ પણ અટકવાનું નથી. હવે ઈઝરાયેલ પોતાના પીએમના ઘર પર થયેલા હુમલાનો બદલો લેવા જઈ રહ્યું છે. નેતન્યાહુએ ઈરાનના તમામ પરમાણુ સ્થળોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ મિશન માટે અમેરિકાથી ખૂબ જ શક્તિશાળી બોમ્બ આવી રહ્યા છે.


અમેરિકાનો એક ખૂબ જ શક્તિશાળી બોમ્બ ઈઝરાયેલ પહોંચવાનો છે. આ બોમ્બનું નામ GBU-43/B છે. તેને અમેરિકાની મધર ઓફ ઓલ બોમ્બ પણ કહેવામાં આવે છે. તેનો વિસ્ફોટ 11 ટન TNTનો છે. બોમ્બનું વજન 9800 કિલોગ્રામ છે. તે જીપીએસ વડે ચોક્કસ રીતે લક્ષ્યને હિટ કરે છે. અમેરિકાનો GBU-43/B ખૂબ જ ભારે બોમ્બ છે પરંતુ ઈઝરાયેલ પાસે C-130 હર્ક્યુલસ કાર્ગો પ્લેન છે, જેની મદદથી આ બોમ્બ ફેંકી શકાય છે.

Reporter: admin

Related Post