શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેક્ષમાં બોસ સાથે ફિલ્મ જોવા ગયેલી પત્ની સાથે પતિએ લાફાવાળી કરી હતી અને 4 શખસે ભેગા મળીને બોસને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં બોસને પકડી રાખીને માર મારવામાં આવી રહ્યો છે અને પતિએ પત્નીને તમાચો ઝીંક્યો એ દૃશ્યો કેદ થયા છે. આ મામલે પત્નીએ પતિ સહિત 4 શખસ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.મૂળ નડિયાદની યુવતી વંદના (નામ બદલ્યુ છે)એ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું. વર્ષ-2019માં મારા લગ્ન અમારી જ જ્ઞાતિના પંકજ (નામ બદલ્યું છે) સાથે થયા હતા અને હાલ અમારે સંતાનમાં 4 વર્ષનો દીકરો છે અને મારા પતિ નોકરી ધંધે જતા ન હોવાથી હું તેમને નોકરી ઉપર જવાનુ કહેતી હતી, આથી તેઓ મારી ઉપર ઉશ્કેરાય જતા હતા અને મારી ઉપર શક રાખીને મારી સાથે અવારનવાર ઝઘડો કરતા હતા.માર મારતા બોસે યુવતીના પતિને પકડી રાખ્યો હતો.વંદનાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મારા પતિ શક કરીને ઝઘડા કરતા હોવાથી હું ડિસેમ્બર-2023માં મારા પુત્રને લઈ છાણી ખાતે ભાડે મકાન રાખી રહેવા જતી રહી હતી. આ સમય દરમિયાન મારા પતિએ મને છૂટ્ટાછેડા પેટે વધુ પૈસા માગ્યા હતા અને બાળકની માગણી કરતા આજથી દોઢેક મહિના પહેલા મેં મારૂ બાળક મારા પતિને સોંપી દીધું હતું. બાદમાં હું અલગ એકલી રહેવા જતી રહી હતી અને હાલ પણ હું એકલી જ રહું છું અને છેલ્લા 23 દિવસથી હું મારા પિતાના ઘરે નડિયાદ રહેવા જતી રહી છું.
25 એપ્રિલા રોજ હું મારા પિતાના ઘરેથી સવારના 11 વાગ્યે ટ્રેનમાં બેસીને વડોદરા આવી હતી અને વડોદરામાં હું જ્યાં નોકરી કરૂં છું ત્યાંના સાહેબ મને રેલવે સ્ટેશનથી તેમના ટુ-વ્હિલર ઉપર બેસાડીને ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ ખાતે બપોરના 1 વાગ્યે લઈ ગયા હતા. હોસ્પિટલની ઓપીડીમા લંચ બ્રેક પડતા હું અને મારા સાહેબ બન્ને ગોત્રી બંસલ મોલમાં ફિલ્મ જોવા ગયા હતા.મારા સાહેબને માર માર્યો.અમે ફિલ્મ જોઈને પરત બપોર પછી 3.30 વાગ્યે બહાર નીકળતા હતા. આ સમયે બંસલ મોલની બહાર એક કારમાં બે શખસ આવ્યા હતા. આ જ સમયે બાઈક ઉપર મારા પતિ પંકજ આવ્યા હતા અને તેઓ ભેગા મળીને મારી સાથે આવેલા સાહેબને માર માર્યો હતો. મારા પતિ સાથે રહેલા એક શખસે મને ગંદી ગાળો બોલી લાફા માર્યા હતા.પતિ સાથે આવેલા શખસે યુવતીને તમાચો ઝીંક્યા હતા.આ સમયે મારા પતિ પંકજે અચાનક મને લાફા તેમજ મુક્કાથી મને માર માર્યો હતો. આ જ સમયે પંકજ સાથે આવેલા શખસે પણ આવીને મારી સાથે મારામારી કરી હતી અને મને કહ્યું હતું કે, આજે તો બચી ગઈ છે, પણ ફરીવાર લાગ આવશે તો હું તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ પંકજે પોલીસને ફોન કરી બોલાવી હતી. જેથી અમે બધા ભેગા મળી પોલીસ સ્ટેશન આવી ગયા હતા. આ મામલે મેં મારા પતિ પંકજ અને તેની સાથેના ત્રણ શખસેસામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Reporter: News Plus