News Portal...

Breaking News :

42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે વડોદરા મા વરસાદ

2024-04-26 11:53:03
42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે વડોદરા મા વરસાદ

હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ આજે સવારથી વડોદરા સહિત જિલ્લા મા  ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યાં છે. ભરઉનાળે  ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે, હાથમાં આવેલો કોળિયો માવઠાથી છિનવાય ન જાય.  જિલ્લામાં વાદળછાયું વાતાવરણ દેશના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ અપ્રોચ કરી રહ્યું છે. પવનની દિશા પણ પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે, તેથી ભેજને કારણે ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદી છાંટા વરસ્યા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પવની ઝડપ વધુ હોવાથી દરિયાઇ ભેજ વાતાવરણમાં આવતા આગામી 48 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે જો પવનની દિશા બદલાય તો વરસાદની શક્યતાઓ ઘટી જશે. વડોદરા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું . વડોદરાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગોત્રી, સેવાસી, અલકાપુરી, માંજલપુર સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો.

Reporter: News Plus

Related Post