હરણી બોટકાંડમાં દોષિત ઠરેલા રાજેશ ચૌહાણ સામે સામાન્ય સભામાં નિર્ણય લેવા અંગે ઠરાવવામાં આવ્યું હતું. જો કે આ વખતે 3 સામાન્ય સભા મળી હતી. પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી. જે આશ્ચર્ય પમાડે તેમ છે. હવે આગમી 5 સપ્ટેમ્બર ની સભામાં નિર્ણય લેવામાં આવશે. પરંતુ 31મી ઓગસ્ટના રોજ રાજેશ આર ચૌહાણ રિટાયર્ડ થઈ રહ્યા છે.
5 સપ્ટેમ્બર ની સભામાં નિર્ણય લેવાશે, 31મી ઓગસ્ટના રોજ રાજેશ આર ચૌહાણ રિટાયર્ડ થશે...ગીવ એન્ડ ટેકથી બધા ગુના માફ?
હરણી બોટકાંડમાં કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ દોષિત ઠર્યા હતા. અને તેઓ અંગે સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે તેવું ઠરાવવામાં આવ્યું હતું. કાર્યપાલક ઈજનેર કક્ષાના અધિકારી સામે મ્યુનિસિપલ કમિશનર સીધા પગલાં ભરી શકતા નથી. નિયમ મુજબ સભા જ તેનો નિર્ણય કરે છે. અને ગત જુલાઈ મહિનામાં આ અંગે નિર્ણય લેવાનો હતો,પરંતુ સામાન્ય સભાઓ યેનકેન મુલતવી રાખવામાં આવતી હતી. જેના કારણે આ નિર્ણય લઇ શકાયો ન હતો. તાજેતરમાં પણ જે સભા મળી એમાં પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે જાણવા મળ્યા મુજબ સંકલનની બેઠક મળી નથી તેના કારણે આ નિર્ણય કરી શકાયો નથી. ત્યારે રાજેશ ચૌહાણને બચાવવા માટે કોણ મેદાનમાં પડ્યું છે તે તપાસનો વિષય છે. જાણવા મળ્યા મુજબ તેઓ સામે માત્ર દંડનીય કામગીરી કરીને છોડવામાં આવે તેવી પણ અંતરંગ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. આગામી 5 સપ્ટેમ્બર ના રોજ સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે. જોકે 31મી ઓગસ્ટના રોજ રાજેશ આર ચૌહાણ રિટાયર્ડ થઈ રહ્યા છે. અગાઉ જ્યારે ત્રણ સભા મળી ત્યારે આટલો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો નથી કડક નિર્ણય લેવામાં.નેતાઓની મનસા લાગતી નથી.ત્યારે રાજેશ ચૌહાણ સામે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે હરણી બોટકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા તેને ખુબ સામાન્ય રીતે લઇ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આવા તત્વો સામે શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. જે સભાંમાં રાજેશ ચૌહાણમાં નિર્ણય લેવાનો હતો એ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. રાજેશ આર ચૌહાણને હાર તોરા કરી, લાલ કાર્પેટ પાથરી, વિદાય કરાશે. અગાઉ પણ શહેરને ગંદુ પાણી પીવડાવવાના મામલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશન અને પૂર્વ પદાધિકારીઓએ રાજેશ આર ચૌહાણને સસ્પેન્ડ કર્યાહતા હતા. ત્યારબાદ તેઓને ગોઠવણ સાથે પરત પણ લઈ લીધા હતા.હાઈકોર્ટ જ્યારે મોનિટરિંગ કરનાર અધિકારીની સામે દંડો ચલાવશે ત્યારે કોઈ બચાવવા નહી આવે.આવા અધિકારીઓને બચાવવા કેમ તંત્ર ધમપછાડા કરે છે તે સમજાતું નથી. ગીવ એન્ડ ટેકથી બધા ગુના માફ?
રાજેશ ચૌહાણ સામે કડક પગલાં ભરવામાં તંત્રની મનશા લાગતી નથી.
હરણી બોટ કાંડ ના બનાવ બાદ કોર્પોરેટર આશિષ જૉષી પીડિત પરિવારોના વાહરે આવ્યા છે. અને તંત્ર ને રજૂઆતો પણ કરી છે. આશિષ જોષી એ જણાવ્યું હતું કે અગાઉ પણ મેં તંત્રને રજૂઆત કરી હતી કે જે ફરિયાદી છે તે જ આરોપી બન્યો છે. પરંતુ જે તે સમયે એની સામે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા ન હતા. હાઇકોર્ટના આકરા વલણ બાદ તેની સામે ખાતાકીય તપાસ કરવામાં આવતા. તપાસમાં તેની સામે આરોપો પૂરવાર થતા આખરી નિર્ણય સામાન્ય સભામાં લેવામાં આવશે. ત્યારબાદ સામાન્ય સભા યોજાઈ પરંતુ શોક ઠરાવ દરખાસ્ત મૂકીને તેને મુલતવી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પણ સભા મળી હતી પણ તેમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. હવે આગામી પાંચ સપ્ટેમ્બરના રોજ સામાન્ય સભામાં છે ત્યારે તેમાં તેનો નિર્ણય લેવામાં આવશે. તો કે ૩૧મી ઓગસ્ટના રોજ રાજેશ ચૌહાણ રિટાયર્ડ થઈ રહ્યા છે. હરણી બોડ કાડના થોડા દિવસો બાદ જ રાજેશ ચૌહાણ ફરિયાદીમાંથી આરોપી બની ગયા હતા. જોકે તે સમયે તેની સામે પગલા ના ભરાતા તંત્રની મનસા લાગતી નહીં કે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે. કોઈપણ કારણોસર તેની દરખાસ્તમાં નિર્ણય લેવામાં આવતો નથી.
Reporter: admin