પાલિકા પ્રસ્થાપિત નિયમો પ્રમાણે આશરે સત્તર કરોડ રૂપિયા થાય ઉપરાંત જેમ ઘરવેરામાં દંડનીય વ્યાજ વસુલાય...

પશુપતિનાથ મહાદેવનું મંદિર ઘણા વર્ષો થી બનેલું છે તેને લેન્ડ ગ્રેબિંગ ની નોટીસ મંદિર ઉપર ચોટાડી દેવાઈ...
શહેરની વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા જણાવાયું છે કે હાલ વડોદરા માં આવેલા વાઘોડિયા રોડ પરના કલાદર્શન પાસે વોર્ડ નં.૩ ટીપી સ્કીમ ન.૩ ફાઈનલ પ્લોટ નં.૩૮૧ ની સરકારી જમીનમાં પશુપતિનાથ મહાદેવ નું મંદિર ઘણા વર્ષો થી બનેલું છે તેને લેન્ડ ગ્રેબિંગ ની નોટીસ મંદિર ઉપર ચોટાડી દેવાઈ હતી.જો સરકારી પ્લોટ માં જાહેરહિત માટે બનેલું મહાદેવ નું મંદિર દબાણ લાગતું હોય તો પોતાના અંગત હિત માટે છેલ્લા ૧૨ થી વધુ વર્ષથી યુસુફ પઠાણે, વડોદરા માં આવેલા તાંદલજા ના ટી.પી.-૨૨ ના ફાયનલ પ્લોટ નં.૯૦ ની વડોદરા કોર્પોરેશન ની માલિકીની આશરે ૧૦,૫૦૦ ચોરસ ફૂટ જમીન ઉપર કરેલું દબાણને, અમારી છ મહિનાથી ફરિયાદ હોવા છતાય, લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ નહિ કરવા માટે ભાજપી શાશકો યુસુફ પઠાણ પ્રત્યે અપાર પ્રેમ કેમ દર્શાવે છે....?થોડાક મહિનાઓ પહેલા ભાજપા ના જ એક પૂર્વ કોર્પોરેટરે પણ યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદેસર દબાણ તોડવા માટે લેખિત ફરિયાદ આપેલ હતી તેમજ હાલ ના એક કોર્પોરેટર તો કલેકટર કચેરી પહોચી યુસુફ પઠાણ ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા પહોચી ગયા હતા.

એકએક ભાજપાના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર બન્નેવ ચુપ કોનું દબાણ આવ્યું તો થઇ ગયા. યુસુફ પઠાણે છેલ્લા ૧૨ વર્ષથી લેન્ડ ગ્રેબિંગ કરેલુ છે અને બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ માં દબાણ યથાવત રહે તે માટે આશરે એક વર્ષ પહેલા 2024માં ખોટો દાવો ઉભો કરી સમય પસાર કરે છે સાથે યુસુફ નું દબાણ લાંબો સમય યથાવત રહે અને લોકો ભૂલી જાય એ માટે વડોદરા કોર્પોરેશન ના વકીલો પણ શાશન ની સુચના મુજબ સાથ આપતા જણાય છે. ગુજરાત હાઈકોર્ટે આજ દિવસ સુધી વડોદરા કોર્પોરેશન ને દબાણ દુર કરવા માટે રોકતો હુકમ એટલે કે તોડવા ઉપર "સ્ટે" આપેલો નથી અને વડોદરા કોર્પોરેશન આજે પણ બુલડોઝર મારી ને દબાણ દુર કરી શકે તે માટે ન્યાયિક રીતે મુક્ત છે, છતાય યુસુફ પઠાણ નું જગજાહેર દબાણ અને તે પણ અંગત ઉપયોગ માટેનું દબાણ દેખાતું નથી અને મહાદેવનું મંદિર જે જાહેર જનતા ના તમામ લોકો માટે ૨૪ કલાક દર્શન કરી શકાય તે માટે ખૂલ્લ રહે તેને લેન્ડ ગ્રેબિંગ ની નોટીસ આપી તે હિન્દુત્વ નો ઝંડો દેખાડી ને શાશન પર કબજો કરી રાખતા ભાજપાનું નકલી હિન્દુત્વ ખુલ્લું પાડે છે. વડોદરા કોર્પોરેશનની માલિકી ના પ્લોટ માટે નિયત કરેલા ભાડા મુજબ એક ચોરસ મીટર ના રૂ.૪૦/- પ્રતિદિન છે. યુસુફ પઠાણે કરેલા પાલિકા ના પ્લોટ ઉપર કબ્જા વાળા પ્લોટનું અંદાજે માપ ૯૭૫ ચોરસ મીટર છે, એટલે પ્રતિ દિન માત્ર ભાડું જ રૂ.૩૯,૦૦૦/- થાય જો દબાણ ને અંદાજે ૧૨ વર્ષ ગણીએ એટલે કે ૪૩૮૦ દિવસ ગણીએ તો વડોદરા કોર્પોરેશન ના પ્રસ્થાપિત નિયમો પ્રમાણે આશરે સત્તર કરોડ રૂપિયા થાય ઉપરાંત જેમ ઘરવેરા માં દંડનીય વ્યાજ વસુલાય છે તે ઉમેરવાના થાય. વડોદરા કોર્પોરેશન ની આર્થિક સ્થિતિ નબળી હોઈ, માત્ર રૂ.૧૦૦ કરોડ જેવી રકમ માટે પણ બોન્ડ બહાર પાડવા પડે છે તો યુસુફ પઠાણ ઉપર દંડનીય કાર્યવાહી નહિ કરવા ભાજપી શાશકો ને પ્રેમ કેમ ઉભરાય છે. આ સાથે આપ ને વિનંતી સાથે માંગ છે કે તેમ યુસુફ પઠાણ દ્વારા વડોદરા કોર્પોરેશન ની માલિકીના તાંદલજા ના ટી.પી.-૨૨ ના ફાયનલ પ્લોટ નં.૯૦ ઉપર કરેલું દબાણ તાત્કાલિક તોડી પાડવામાં આવે, અને છેલ્લા ૧૨ વર્ષ થી આશરે ૯૫૦ ચો.મી. પાલિકા ની જમીન ને વાપરી તેનું ભાડું અને દંડનીય વ્યાજ વસુલવામાં આવે નહીતો અમારે મહાદેવ ના મંદિર ને લેન્ડ ગ્રેબિંગ નોટીસ અને યુસુફ પઠાણના દબાણ ઉપર કૃપાદ્રષ્ટિ નો જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે.
Reporter: admin