વડોદરા : ધનતેરસે સાંજે લક્ષ્મી અને કુબેરની પૂજા અને યમ દીપદાન સાથે ખરીદી માટે શ્રેષ્ઠ સમય રહેશે. ધનતેરસના દિવસે ખરીદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે. પરિવારમાં સમૃદ્ધિને અક્ષત રાખવાની કામનાથી જ આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મી પ્રતિમાઓની ખરીદારી કરવી શુભ રહે છે. સાથે જ, સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાની પણ પરંપરા છે. આ સિવાય પિત્તળ, કાંસું, સ્ટીલ અને તાંબાના વાસણ પણ ખરીદવાની પ્રથા છે.
29 ઓક્ટોબરે ધનતેરસના દિવસે તિથિ પ્રમાણે અને નક્ષત્રનો સંયોગ કરીને ત્રિપુષ્કર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરેલું રોકાણ ત્રણ ગણું લાભ આપી શકે છે. ત્રિપુષ્કર યોગ દરમિયાન ખરીદી કરવી પણ ત્રણ ગણી શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ દિવસે વેપાર અને શુભ કાર્યોની શરૂઆત કરવી જોઈએ. 30મીએ ખરીદી કરવા માંગતા લોકો માટે સર્વાર્થ સિદ્ધિ યોગ દરમિયાન બીજા દિવસે ખરીદી કરવી પણ શુભ રહેશે.
પૂજા વિધિ અને દીપદાનઃ-
ભગવાન ધન્વંતરિને પૂજા સામગ્રી સાથે ઔષધીઓ ચઢાવવી જોઇએ. ઔષધીઓને પ્રસાદ તરીકે ખાવાથી બીમારીઓ દૂર થાય છે.
ભગવાન ધન્વંતરિને કૃષ્ણા તુલસી, ગાયનું દૂધ અને તેનાથી બનેલાં માખણનો ભોગ ધરાવવો જોઇએ.
પૂજામાં પ્રકટાવેલ દીવામાં ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઇએ.
સૂર્યાસ્ત પછી યમરાજ માટે દીપદાન જરૂર કરવું જોઇએ.
તેના માટે લોટથી બનેલો ચૌમુખો દીવો બનાવવો જોઇએ. તેમાં સરસિયાનું કે તલનું તેલ રાખીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખવો જોઇએ.
આ રીતે યમરાજ પાસે પરિવારના લાંબા આયુષ્યની કામના કરવી જોઇએ.
સ્કંદ પુરાણ પ્રમાણે ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.
ધનતેરસનું મહત્ત્વ
ધન્વંતરિ અને કુબેરની ઉપાસના ભગવાન ધન્વંતરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમણે તેમના હાથમાં અમૃત કળશ પકડ્યો છે. તેમને પીળી વસ્તુ ગમે છે, એટલે કે પિત્તળ અને સોનું ગમે છે, તેથી ધનતેરસે પિત્તળ અથવા સોનું અથવા કોઈપણ અન્ય ધાતુની વસ્તુઓ ખરીદવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ સોનાના કળશમાં અમૃત લઇને આવ્યાં હતાં. જેના કારણે માન્યતા છે કે, ધનતેરસના દિવસે સોનું ખરીદવામાં આવે છે. જોકે, આર્થિક રૂપથી નબળા લોકો માટે તે શક્ય નથી તો તેમણે પીત્તળ કે અન્ય ધાતુના વાસણ ખરીદવા. માન્યતા પ્રમાણે આ વસ્તુઓ ખરીદવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ દિવસે ખરીદેલાં નવા વાસણમાં માતા લક્ષ્મી, ગણેશજી, કુબેર અને ભગવાન ધન્વંતરિને ભોગ ધરાવવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને બીમારીઓ દૂર થાય છે.
ધનતેરસ પૂજનમાં વિશેષ ફળની પ્રાપ્તિ કરવા માટે પ્રદોષ કાળ અને વૃષભ લગ્નમાં સાંજે 6.18 વાગ્યાથી રાત્રે 8.11 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.
લાભ 19:36 - 21:11
ધન પૂજન સમય
શુભ 22:46 - 24:21*
અમૃત 24:21* - 25:56*
ચલ 25:56* - 27:31*
Reporter: