News Portal...

Breaking News :

હિન્દુ સંગઠનના નેતાની હત્યાનું ષડયંત્ર બનાવી રહેલા મૌલવીનો શું હતો પ્લાન?

2024-05-06 15:59:47
હિન્દુ સંગઠનના નેતાની હત્યાનું ષડયંત્ર બનાવી રહેલા મૌલવીનો શું હતો પ્લાન?


સુરતમાં શનિવારે એક મૌલવીની એક હિન્દુ સંગઠનના નેતાની હત્યા સહિતની અન્ય ઘટનાઓના ષડયંત્ર બનાવવાના આરોપમાં પોલીસે એક મૌલાવીની ધરપકડ કરી છે. સુરતના પોલીસ અધિકારી અનુપમ સિંહ ગેહલોતે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મૌલવી સોહેલ અબુબક્ર તિમોલ 27 તરીકે જણાવી છે. જે એક દોરા ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તે મુસ્લિમ બાળકોને ઇસ્લામ પર ખાનગી ટ્યૂશન આપતો હતો.વધુમાં ગેહલોતે જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપી એક ટીવી ચેનલના મુખ્ય સંપાદકની સાથો સાથ ભાજપના તેલંગાણા ધારાસભ્ય રાજા સિંહ અને પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને પોતાના આકાઓ સાથે મળીને ધમકી આપવાની યોજના બનાવી રહ્યો હતો.


પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાન અને નેપાળના લોકોની સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારવા માટે એક કરોડ રૂપિયાની સોપારી આપવા અને પાકિસ્તાનથી હથિયાર ખરીદવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. કસ્ટડીમાં લેવાયા બાદ તેમના મોબાઇલમાંથી અનેક આપત્તિજનક સામગ્રી મળી છે, જેમાં ઉપદેશ રાણાની હત્યા માટે એક કરોડની ઓફર પણ સામેલ હતી. તેના માટે તેઓ પાકિસ્તાન અને નેપાળના વ્યક્તિઓની સાથે સતત સંપર્કમાં હતો. તિમોલ આ વર્ષે માર્ચમાં રાણાને ધમકી આપવામાં પણ સામેલ હતો.અનુપમ સિંહએ કહ્યું હતું કે, તેમના ફોન નંબર પર મળેલી તસવીરો અને અન્ય વિતરણથી ખબર પડે છે કે આ લોકો કટ્ટરપંથી છે અને હિન્દુ નેતાઓની હત્યા અંગે વાત કરતા હતા. તેમણે હિન્દુ સમાજ પાર્ટીના ઉત્તરપ્રદેશ અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા પર પણ ચર્ચા કરી હતી, જેની 18 ઓક્ટોબર 2019ના રોજ લખનઉમાં હત્યા કરી દેવાઈ હતી. ચેટ રેકોર્ડથી ખબર પડે છે કે તિમોલ લોકસભા ચૂંટણી દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફેલાવવા માટે રાણાને જલ્દીથી મારવા ઈચ્છતો હતો.


સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને સુરતની કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. સુરત કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત DCB પોલીસે મૌલવીના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

Reporter: News Plus

Related Post