દેશભક્તિની વાતો કરવાની અને ફાયર વિભાગમાંથી કરોડો રૂપિયા ઉલેચવાના
ભૂત જાય અને પલિત આવે. અત્યાર સુધીમાં આવેલા મોટાભાગનાં ચીફ ફાયર ઓફિસરો ભ્રષ્ટાચારમાં લપટાયેલા રહ્યા
સીએફઓ મનોજ પાટીલે ફાયર વિભાગ માટે મનફાવે તેમ કરોડોના ખર્ચે ખરીદી કરતા વિવાદ..
ભારતની 8 અજાયબીઓમાં વડોદરા ફાયર બ્રિગેડ પણ આવી જાય છે કારણ કે ફાયરના અધિકારીઓ એવા કારનામા કરે છે કે કોઇની પણ આંખો આશ્ચર્યથી પહોળી થઇ જાય. હવે નવા સીએફઓએ ફાયર બ્રિગેડમાં કેટલાક સાધનોની ખરીદી કરવાના નામે એવી ખરીદીઓ કરી છે કે તમારી આંખો તો પહોળી થઇ જશે.
કોર્પોરેશનના શાસકો પણ અકળાઇ જશે કે,બીજા કમાઈ ગયા અમે કેમ રહી ગયા. વાસ્તવમાં સીએફઓ મનોજ પાટીલે ફાયર બ્રિગેડ માટે કેટલાક સાધનોની ખરીદી કરી છે. તેનો કુલ આંકડો 3 કરોડ ઉપરનો છે. આ તમામ સાધનો સુરતની મળતીયા કંપની ન્યુ લાઇટ સેફ્ટી સોલ્યુશન પાસેથી લેવાના છે. તેનો પરચેઝ ઓર્ડર પણ પાસ થઇ ગયો છે. આ પરચેઝ ઓર્ડર મુજબ રેસ્કયુ રબર બોટ 8 ખરીદવાની છે. રબર બોટની એકની કિંમત ફક્ત 417900 રુપિયા છે! એક બોટ 4 લાખમાં મળે તેવું કોઇએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય અને આ રીતે8 બોટ પાછળ 33,43,200 રુપિયા ખર્ચાશે. 32 સેફ્ટી હેલ્મેટ ખરીદવાના છે અને એક હેલ્મેટની કિંમત ફક્ત 8096 રુપિયા છે ! 32 હેલ્મેટ ફક્ત 2,59098 રુપિયા ખર્ચાશે. આ સાથે ફર્સ્ટ એઇડ કિટ 32 ખરીદવાની છે અને તેની એકની કિંમત ફક્ત 3238.73 રુપિયા છે! સીએફઓને જાણ નહીં હોય કે ફર્સ્ટ એઇડ તો સરકારી આરોગ્ય કેન્દ્રોમાં મફતમાં મળે છે. તો 16 બેગ ખરીદવાની છે અને 1 બેગની કિંમત ફક્ત 32387.25 રુપિયા છે ! આ બેગ કઇ કંપનીની હશે અને તે બેગમાં શું સુવિધા હશે તે રામ જાણે. તેની કોઇ તકેદારી રખાઇ નથી. તો 16 પોકેટ નાઇફ ખરીદવાના છે. એક નાઇફની કિંમત ફક્ત 3639.71 રુપિયા છે! 16 ગેસ લાઇટર ખરીદવાના છે અને 1 લાઇટરની કિંમત પણ ફક્ત 3639.71 રુપિયા જ છે! 16 વોટર બોટલ પણ ખરીદાશે અને તેમાં 1ની કિંમત 3639.71 રુપિયા છે! ચોંકી ગયા હશો આ વોટર બોટલનો ભાવ જાણીને. વળી પાછી એક ખાસ બેગ 16 ખરીદવાની છે અને તેની 1ની કિંમત ફક્ત 10919 રુપિયા છે! મોસ્કીટો નેટ પણ 16 ખરીદવાની છે અને 1 નેટની કિંમત 3639.71 રુપિયા છે! વળી પાછા 64 સેફ્ટી હેલ્મેટ ખરીદવાની છે. જે એક હેલ્મેટનો ભાવ 909 રુપિયા છે. ભાઇ સાહેબે અગાઉ પણ 32 હેલ્મેટ તો ખરીદી જ છે. તો 20 જેટલી મલ્ટીપર્પઝ એન્યુઅલ ટુલ પણ ખરીદવાનું છે અને 1 ટુલની કિંમત 4,93,122 રુપિયા છે. આ વળી ક્યા પ્રકારનું ટૂલ હશે તે સીએફઓ સમજાવે ત્યારે ખબર પડે. આ સાથે ઇલેકટ્રીક ચેઇન સો મશીન પણ 30 ખરીદવાની છે જેની 1ની કિંમત 90992 રુપિયા છે! નવાઇની વાત એ છે કે આ ચેઇન લગભગ 40 તો પાછી સ્ટોરમાં પડેલી જ છે. છતાં ખરીદી કરાઇ છે. આ તમામ આઇટેમ અને તેનો ભાવ જાણીને વડોદરાનો શહેરીજન પણ ચોંકી જશે કે નક્કી કંઇક મોટી ગરબડ છે. કોર્પોરેશનના શાસકોએ પણ આ પરચેઝ ઓર્ડરનો અભ્યાસ કરવો જોઇતો હતો પણ તેમણે પણ મીલીભગતમાં પરચેઝ ઓર્ડર પાસ પણ કરી દીધો છે તે શરમજનક વાત છે.
આઇટેમ--- નંગ---કુલ ખર્ચ
રેસ્ક્યુ બોટ—8---33,43,200 રુપિયા
સેફ્ટી હેલ્મેટ—32—2,59,098 રુપિયા
ફર્સ્ટ એઇડ કિટ -32—1,03639 રુપિયા
થ્રો બેગ્સ—16—5,181,96 રુપિયા
પોકેટ નાઇફ—16—58,235.36 રુપિયા
ગેસ લાઇટર—16--58,235.36 રુપિયા
વોટર બોટલ—16---58,235.36 રુપિયા
બેગ—16—1,74,706 રુપિયા
મસ્કીટો નેટ—16---58,235.36 રુપિયા
સેફ્ટી હેલ્મેટ—64--58,235.36 રુપિયા
મલ્ટીપર્પઝ ટુલ—20---98,62,440 રુપિયા
ઇલેકટ્રીક ચેઇન મશીન—30---27,29,782.50 રુપિયા
તમને મન ફાવે તેમ ખર્ચો કરવા શહેરીજનો ટેક્ષ ચુકવતા નથી...
ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે પોતાની મનમાની કરીને દરેક આઇટેમ જે પરચેઝ કરી છે તેનો ભાવ પણ જાણ્યો નહીં હોય તેવો પ્રશ્ન શહેરીજનોને થઇ રહ્યો છે. મનફાવે તેમ ખરીદી કરીને કોર્પોરેશન અને શહેરીજનોને ચૂનો ચોપડવાનો આ પ્રયાસ છે. અલગ અલગ જગ્યાએથી ભાવપત્રકો મંગાવીને જ્યાંથી સસ્તો માલ મળે અને ટકાઉ માલ મળે તેની ખરીદી થાય તે જરુરી છે પણ શહેરીજનોની રક્ષાના નામે મનફાવે તે રીતે ઉંચા ભાવે ખરીદી કરાય તે કેટલી હદે વ્યાજબી છે. શહેરીજનો આ રીતે મનફાવે તેમ ખર્ચો કરવા માટે તમને ટેક્ષ ચુકવતા નથી તે સીએફઓ અને પાલિકાના શાસકોએ વિચારવું જોઇએ
વર્ષોથી ફાયરના સાધનોની ખરીદી અને મેઇન્ટેનન્સના નામે બેફામ ભ્રષ્ટાચાર...
આમ તો વર્ષોથી ફાયરના સાધનોની ખરીદી અને મેઇન્ટેનન્સના નામે બેફામ ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો છે અને નવા સીએફઓ પણ લાગે છે કે તેમના પુરોગામી અધિકારીઓની પાછળ લાઇનમાં ગોઠવાઇ ગયા છે. ભુતકાળના અધિકારીઓ વર્ષોથી ફાયરના સાધનોની ખરીદી અને મેઇન્ટેનન્સના નામે બેફામ ભ્રષ્ટાચાર આચરી ચુકેલા છે અને તેના ઉદાહરણો પણ અવારનવાર બહાર આવેલા છે. અગાઉના તમામ ચીફ ફાયર ઓફિસરો આ મામલે વિવાદમાં રહ્યા છે. હવે તો ફાયરના ડે કમિશનર અને ખુદ મ્યુનિસીપલ કમિશનર તથા સ્થાયીના સભ્યોએ ધ્યાન આપવું જરુરી છે. આ સાધનોનો પરચેઝ ઓર્ડર તો અપાઇ ગયો છે અને સામાન ટૂંક સમયમાં આવી પણ જશે
સામાન આવતા પહેલાં સ્ટોર મેનેજરની નિમણુક...
ફાયર વિભાગ માટે કરોડોના ખર્ચે સાધનોની ખરીદીનો પરચેઝ ઓર્ડર અપાઇ ગયો છે સામાન હજુ મળ્યો નથી. જો કે સીએફઓ મનોજ પાટીલે પોતાની મનમાની કરીને તથા સત્તાનો દુરપયોગ કરીને અથવા સત્તાની ઉપરવટ જઇને કૌશલ શાહની સ્ટોર મેનેજર તરીકે નિમણુક પણ કરી દીધી છે. આ નિર્ણય પાછળ સીએફઓની મંછા હવે ઉજાગર થઇ ગઇ છે. કૌશલ શાહનો વેહિકલ પુલમાં ઓર્ડર થઇ ગયો છે તો તેમને સ્ટોર મેનેજર કઇ રીતે બનાવ્યા તે તપાસનો વિષય છે અને કમિશનરે આ બાબતે ઉંડી તપાસ કરાવવી જરુરી છે.
મનોજ પાટીલનો વિવાદ સાથે નાતો...
પોતાની લાયકાત અને અનુભવના કારણે જેઓ વિવાદમાં સપડાયેલા છે અને પૂર્વ કમિશનર દિલીપ રાણાના આશિર્વાદથી જેઓ ચીફ ફાયર ઓફિસર બન્યા છે તેવા મનોજ પાટીલે ફરી એક વાર પોતાની સત્તાનો દુરપયોગ કર્યો છે. તેમણે મનફાવે તે રીતે કરોડોના ખર્ચે સાધનોની ખરીદી કરી દીધી છે, અગાઉ તેમણે 2 જી મેના રોજ કેટલાક કર્મચારી અને અધિકારીની ફેરબદલી કરી છે જેમાં મુખ્ય ઓફિસર ફાયરમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર (યાંત્રીક( ફાયર) કૌશલ શાહની પાણીગેટ સ્ટોરના ઇન્ચાર્જ તથા મુખ્ય ફાયર ઓફિસર તરીકે ફેરબદલી કરી છે
Reporter: