News Portal...

Breaking News :

વોર્ડ 7 અને 14 ના હંગામી ધોરણના દબાણોનો સફાયો કરવામાં આવ્યો

2025-02-04 10:22:31
વોર્ડ  7 અને 14 ના હંગામી ધોરણના દબાણોનો સફાયો કરવામાં આવ્યો


શહેરમાં તમામ વિસ્તારોમાં પાલિકાના અધિકારીઓના આશિર્વાદથી રસ્તાઓ પર તથા ફૂટપાથ પર દબાણોનો રાફડો ફાટ્યો છે. 


દબાણોના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા અવાર નવાર ટ્રાફિકજામની સ્થિતી પણ સર્જાય છે. આજે પોલીસે ટ્રાફિક પોલીસ તથા દબાણ શાખાની ટીમને સાથે રાખી કડક કાર્યવાહી કરીને કારેલીબાગ પોલીસ સ્ટેશનથી મચ્છીપીઠ નાગરવાડા સુધીના રસ્તા પર ઉભા થઇ ગયેલા ગેરદાકેયર દબાણોને હટાવ્યા હતા. પોલીસ અને દબાણ શાખાની ટીમોએ સોમવારે સવાર અને સાંજે સમગ્ર રસ્તાઓ પર ફૂટપેટ્રોલીંગ કર્યું હતું અને વેપારીઓ દ્વારા કરાયેલા દબાણો હટાવીને સામાન જપ્ત કર્યો હતો. ડીસીપી પન્ના મોમાયાની આગેવાની હેઠળ કારેલીબાગ પોલીસ તથા ટ્રાફિક પોલીસે પાલિકાની દબાણ શાખાની ટીમને સાથે રાખીને દબાણોનો સફાયો કર્યો હતો. ટીમોએ દુકાનોમાં લગાવેલા લટકાણીયા પણ ઉતરાવીને જપ્ત કર્યા હતા. અને સમગ્ર રસ્તા પરથી ટેમ્પો ભરાય તેટલો સામાન જપ્ત કર્યો હતો. રસ્તાઓ પર પાર્ક કરાયેલા વાહનો સામે પણ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી હતી. 


ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે કારેલીબાગ પોલીસ સ્ટેશનથી મચ્છીપીઠ સલાટવાડા અને નાગરવાડા સુધીના રસ્તા પર દબાણો થઇ ગયા હતા જેથી ટ્રાફિક પોલીસ તથા દબાણ શાખાની ટીમને સાથે રાખીને આ દબાણો હટાવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ રોડ પર ઘણી બધી વાહન રીપેરીંગની દુકાનો આવેલી છે અને તેમના દ્વારા રિપેરીંગ માટે લવાયેલા વાહનો તથા સામાન રસ્તા પર જ રાખવામાં આવ્યો હતો જેથી આ રસ્તો સાંકડો બની ગયો છે પરિણામે આજે દબાણ હટાવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ પ્રકારની કામગિરી સતત કરવામાં આવશે જેથી રસ્તા પર દબાણ ના થાય જો કે વાસ્તવીક્તા એ છે કે  દબાણ હટાવાની કામગિરી ચાલુ થાય ત્યારે અગાઉથી તેમને જાણકારી મળી જાય છે જેથી તેઓ થોડા સમય માટે પોતાનો સામાન હટાવી લે છે અને દબાણ શાખાની ટીમ અને પોલીસ જતી રહે ત્યારે તુરત દબાણ તેમના સ્થાને આવી જાય છે અને આ રીતે બેરોકટોક દબાણો થતાં રહે છે તેથી રસ્તા સાંકડા બની જાય છે અને વાહનચાલકો અને રાહદારીઓને ખુબ જ અગવડ પડે છે. દબાણ કરનારા તત્વો પોતાનો સામાન લઇને અંદરની ગલીઓમાં મુકી દે છે તેમાં લારી ગલ્લાની કેબીનોનો પણ સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post