દિલ્હી : લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ 2025 રજૂ થયું છે. આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે. વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માગ્યો હતો. પરંતુ સરકારે માત્ર આઠ કલાકનો સમય આપ્યો છે.
વક્ફ સંશોધન બિલ 2025 રજૂ કરતી વખતે સદનમાં વિપક્ષ વચ્ચે વચ્ચે હોબાળો પણ કરી વિરોધ પણ નોંધાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું છે. ગઈકાલે ભાજપ, જેડીયુ, ટીડીપી, શિવસેના, લોજપા, આરએલડી સહિતના સાંસદોએ વક્ફ બિલના સમર્થનમાં વ્હિપ જારી કર્યું હતું.કિરેન રિજિજુએ વક્ફ સંશોધન બિલ મુદ્દે જણાવ્યું કે, દેશના મુસ્લિમો બિલના સમર્થનમાં છે. વક્ફ સંશોધન બિલને યુનિફાઈડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, ઈફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 1995 બનાવવાની જોગવાઈ છે.
જેમાં વક્ફ પ્રોપર્ટીનું સંચાલન ધર્મ આધારિત ન રહે.કિરેન રિજિજુએ આગળ જણાવ્યું કે, વિશ્વની સૌથી વધુ વક્ફ પ્રોપર્ટી ભારતમાં છે. તો પણ દેશના મુસ્લિમો ગરીબ કેમ છે. ગરીબ મુસલમાનોના શિક્ષણ, ઉત્થાન અને વિકાસ માટે કેમ કાર્યો થયા નથી. અમે આ બિલ દ્વારા ગરીબ મુસ્લિમોને સધ્ધર બનાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં આટલી બધી પ્રોપર્ટીને વેડફી ન શકાય. તેનો ઉપયોગ ગરીબ મુસ્લિમો માટે કરવો જરૂરી છે. આથી આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. દેશમાં 8.72 લાખ વક્ફ પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીનો આપણે ગરીબ મુસ્લિમો માટે ઉપયોગ કરીશું, તો દેશની સ્થિતિ જ બદલાઈ જશે.
Reporter: admin