વાઘોડિયા પોલીસ સ્ટેશનનાં પી આઇ પૃથ્વીરાજસિંહ જાડેજાને મડેલ અંગત બાતમીના આઘારે વાઘોડિયા પોલીસે એસટી ડેપો બહાર આક ફરકનો જુગાર રમાડતા રંગે હાથ દબોચી લીધો હતો.
વાઘોડિયા એસ ડેપો બહાર શબ્બીરભાઇ ઉર્ફે સબ્બો એહમદભાઇ મન્સૂરી(42) રહે, વાઘોડિયા એસટી ડેપો પાછળ આનંદ નગરી, વાઘોડિયાનાઓ જાહેરમાં આવતા જતા ઈસમો પાસે આક ફરકનાં આંકડા લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમાડે છે
જે બાતમીના આઘારે વાઘોડિયા પોલીસે રેડ કરતા સબ્બા પાસેથી કાચી પાવતી આંકડો લખેલી, મોબાઈલ ફોનના વ્હોટસએપ એપ માં આંકડા રાખેલી કાપલી ઓ સેટ કરેલ હોય પાંચ હજારની કિમતનો એક મોબાઈલ, રોકડ રુપીયા 11353 સહિત કુલ મુદ્દામાલ મળી 16353 રૂપિયા કબ્જે કરી સબ્બા સામે જુગાર ધાર હેઠળ ગુન્હો નોંઘી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Reporter: