News Portal...

Breaking News :

યુવાનોને રોજગાર સાથે જોડતી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ ઇન્સેન્ટિવ વિતરણ

2026-06-20 10:51:31
યુવાનોને રોજગાર સાથે જોડતી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ ઇન્સેન્ટિવ વિતરણ

વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત આજે વડોદરામાં EPFO ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ઇન્સેન્ટિવ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં યુવાનો, નોકરીદાતાઓ, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. રોજગાર સર્જનમાં યોગદાન આપનાર સંસ્થાઓ તેમજ પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને પ્રોત્સાહન સહાય આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ યોજના માત્ર રોજગાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના યુવાનોના આત્મવિશ્વાસ અને આર્થિક સશક્તિકરણનું મહત્વપૂર્ણ અભિયાન છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 70 લાખથી વધુ પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને સામાજિક સુરક્ષાનો લાભ મળ્યો છે, 

જ્યારે 20 લાખથી વધુ યુવાનોએ પ્રથમ નોકરીના છ મહિના પૂર્ણ કર્યા છે. લગભગ 10 લાખ યુવાનોને પ્રોત્સાહન રકમ આપવામાં આવી રહી છે અને રૂ. 2000 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

Reporter: admin

Related Post