પૂરી થી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનમાં બિનવારસી હાલતમાં વનસ્પતિજન્ય નશીલા પદાર્થના આઠ પેકેટ ઝડપી પાડયા.રેલવે પોલીસની સઘન તકેદારી રંગ લાવી છે.પશ્ચિમ રેલવે પોલીસ (grp) ના વિશેષ કાર્ય જૂથે(sog) પૂરી થી અમદાવાદ તરફ આવી રહેલી એકસપ્રેસ ટ્રેનમાં થી બિન વારસી મૂકી દેવામાં આવેલા વનસ્પતિજન્ય નશીલા પદાર્થનો મોટો જથ્થો બાતમીને આધારે ઝડપી પાડયો છે.પોલીસ તંત્રની યાદીમાં ગાંજા તરીકે જેની ઓળખ આપવામાં આવી છે એ પદાર્થના ફૂલ ૮ પેકેટ ગાડીના બે ડબ્બા વચ્ચેના બફરના ભાગમાં થી પકડવામાં આવ્યા છે.હાલમાં રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈને આચાર સંહિતા અમલમાં છે.પશ્ચિમ રેલવે પોલીસ લાંબા અંતરની અને વિવિધ રાજ્યોમાં થી પસાર થતી રેલવે ટ્રેનોમાં નશીલા પદાર્થોની આંતર રાજ્ય હેરફેર અટકાવવા સતર્કતા સાથે કાર્યરત છે.
રાજ્યની રેલવે પોલીસના કાર્યકારી અધિક પોલીસ મહાનિર્દેશક શ્રીના માર્ગદર્શન હેઠળ તથા પશ્ચિમ રેલવે,વડોદરાના પોલીસ અધિક્ષક સરોજકુમારીના દિશાનિર્દેશો હેઠળ હાલમાં રેલ ગાડીઓ દ્વારા નશીલા પદાર્થો, બિન અધિકૃત હથિયારો અને નાણાં,વિસ્ફોટક પદાર્થો ઇત્યાદિની હેરફેર અટકાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આ નોંધપાત્ર સફળતા થી પોલીસ દળનો ઉત્સાહ વધ્યો છે.તેના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી.વણકરની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ તા.૨૫ મી એપ્રિલના રોજ પૂરી થી અમદાવાદ આવી રહેલી ટ્રેનમાં મહારાષ્ટ્રના નંદુરબાર થી બંદોબસ્તિ પોલીસ ટુકડી ફરજ પર હતી.આ ટુકડીના એ.એસ.આઈ. શ્રી હરેશભાઈ પરસોત્તમભાઈ એ આ ટ્રેનના આગળના ત્રીજા અને ચોથા જનરલ કોચ વચ્ચેના કોરીડોરમાં બિન વારસી હાલતમાં પડેલા બે બેક પેક શોધી કાઢ્યા હતા.તે પૈકી એક બેક પેક કાળા ભૂરા અને બીજું નેવી બ્લુ રંગનું હતું અને તેની આસપાસ કોઈ હતું નહિ.
સેલો ટેપ વિંટાળેલા આ બિનવારસી બેક પેકમાં વનસ્પતિ જન્ય નશીલા પદાર્થના ૮ પેકેટ મળી આવ્યા હતા. તેના સંદર્ભમાં વડોદરા રેલવે પોલીસ મથક દ્વારા એન. ડી .પી.એસ.કાયદાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ટુકડીના અન્ય સદસ્યોમાં એ.એસ.આઈ.જશવંત ભાઈ છગનભાઈ,પોલીસ કોન્સ્ટેબલ પ્રતિકભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિનેશકુમારનો સમાવેશ થાય છે. વહેલી સવારના સમયે આ ઘટના બની હતી.
Reporter: News Plus